ઍક્ટર અક્ષય ખન્નાએ છેલ્લા દોઢ મહિનામાં ૬ વેબ-સિરીઝની ના પાડી દીધી

Published: Dec 04, 2019, 11:49 IST | Mumbai

અક્ષય ખન્નાનું માનવું છે કે ફિલ્મ કરતાં પણ ડિજિટલ પ્લૅટફૉર્મની સ્ક્રિપ્ટ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એ સ્ક્રીન કરતાં પણ વધારે લોકો સુધી પહોંચવાની છે.

અક્ષય ખન્ના
અક્ષય ખન્ના

ડિજિટલ પ્લૅટફૉર્મની ડિમાન્ડ વધી ગઈ છે એવા સમયે બધા સ્ટારને વેબ-પ્લૅટફૉર્મ પર કામ કરવું છે, પણ અક્ષય ખન્ના એમાંથી બાકાત છે. અક્ષયે છેલ્લા દોઢ મહિનામાં ૬ વેબ-સિરીઝની ના પાડી દીધી અને એ પણ જૉઇન્ટ કહેવાય એવા પ્રોડક્શન-હાઉસને.
વાત જાણે એમ છે કે અક્ષયે ચારેક વર્ષથી નક્કી કરી લીધું છે કે સિલેક્ટિવ કામ જ કરવું અને પસંદ આવે એ સ્ક્રિપ્ટ પર જ કામ કરવું. પૈસા તેણે ગૌણ બનાવી લીધા છે અને વાસ્તવિકતા તેણે સ્વીકારી લીધી છે કે ઍક્ટર કે ઍક્ટ્રેસ નહીં, પણ હવે સ્ક્રિપ્ટ જ સ્ટાર છે. આવા સમયે પ્રોજેક્ટ પાછળ ભાગવાને બદલે સ્ક્રિપ્ટ પાછળ દોડવું યોગ્ય લાગતાં તે કોઈ પણ ફી ઑફર થાય પણ એ પહેલાં સ્ક્રિપ્ટ વાંચવા માગે છે અને એ વાંચ્યા પછી જ નિર્ણય લે છે. અક્ષય ખન્નાનું માનવું છે કે ફિલ્મ કરતાં પણ ડિજિટલ પ્લૅટફૉર્મની સ્ક્રિપ્ટ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એ સ્ક્રીન કરતાં પણ વધારે લોકો સુધી પહોંચવાની છે.
અક્ષયે ના પાડી એમાં એક પ્રોડક્શન-હાઉસ એકતાનું પણ હતું અને એક પ્રોડક્શન-હાઉસ નિખિલ અડવાણીનું પણ હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK