સિંગર બી. પ્રાક માટે અક્ષયકુમાર ભગવાન સમાન છે. બી. પ્રાકે હાલમાં જ અક્ષયકુમાર અને ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન સાથે એક મ્યુઝિક વિડિયો ‘ફિલહાલ’માં ગીત ગાયુ છે. આ આલ્બમ દ્વારા અક્ષયકુમારે મ્યુઝિક વિડિયોમાં એન્ટ્રી કરી છે. આ અગાઉ તેણે અક્ષયકુમાર માટે ‘કેસરી’માં ‘તેરી મિટ્ટી’ ગીત ગાયું હતું. અક્ષયકુમારની પ્રશંસા કરતાં બી. પ્રાકે કહ્યું હતું કે ‘હું ખૂબ નસીબદાર છું કે અક્ષય સરે મારા માટે આ મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું છે. હું તેમનો જેટલો પણ આભાર માનુ એટલો ઓછો છે. તેઓ અમારા જીવનમાં ભગવાન તરીકે આવ્યા છે. તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ મારા માટે આશીર્વાદ સમાન છે.’
ભૂમિ પેડણેકર દરેક રોલને ખૂબ જ સહજતાથી કરે છે : અક્ષયકુમાર
Dec 15, 2019, 13:57 ISTજ્યારે અક્ષય અને દિલજીતે કર્યો લેબર પેનનો અનુભવ, જુઓ વીડિયો
Dec 14, 2019, 16:00 ISTઅક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ગિફ્ટ કર્યા કાંદાવાળા એરિંગ્સ, મળ્યું આવું રિએક્શન
Dec 13, 2019, 12:03 ISTRadhe Vs Laxmmi Bomb: ક્લેશ બાબતે સલમાને કહ્યું ઇદ ફક્ત મારો અધિકાર નથી
Dec 12, 2019, 16:49 IST