Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૨ નૉટ આઉટમાં એક પણ હિરોઇન નહીં

૧૦૨ નૉટ આઉટમાં એક પણ હિરોઇન નહીં

08 December, 2014 05:20 AM IST |

૧૦૨ નૉટ આઉટમાં એક પણ હિરોઇન નહીં

૧૦૨ નૉટ આઉટમાં એક પણ હિરોઇન નહીં



રશ્મિન શાહ




હિરોઇન વિનાની ફિલ્મની કલ્પના કરો તો આંખ સામે તરત જ અન્ડરવર્લ્ડની ફિલ્મ આવે, પણ સોશ્યલ-કૉમેડી ફિલ્મમાં તો હિરોઇન મસ્ટ ગણાય છે. જોકે આ માન્યતા છતાંય અમિતાભ બચ્ચન અને પરેશ રાવલને ચમકાવતી ‘૧૦૨ નૉટ આઉટ’માં એક પણ હિરોઇન નથી. ડિરેક્ટર ઉમેશ શુક્લ કહે છે, ‘વષોર્ પહેલાં ગુજરાતી સ્ટેજ પર નટી-શૂન્ય નાટકો થતાં, જેમાં કોઈ છોકરીનું કૅરૅક્ટર હોય જ નહીં. ‘૧૦૨ નૉટ આઉટ’ નાટકમાં પણ અમે કોઈ હિરોઇન નહોતી લીધી અને હવે ફિલ્મમાં પણ એ જ ફાઇનલ કર્યું છે કે કોઈ ઍક્ટ્રેસ લેવામાં નહીં આવે. ઑબ્વિયસ્લી, હિરોઇન વિનાની ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસરને કન્વિન્સ કરવામાં થોડી તકલીફ પડી, પણ અલ્ટિમેટલી હવે એમાં કોઈ હિરોઇન લેવામાં નહીં આવે.’ત્રણ પેઢી દેખાડતી ફિલ્મ ‘૧૦૨ નૉટ આઉટ’માં અમિતાભ બચ્ચન ૧૦૨ વર્ષના વૃદ્ધનો રોલ કરે છે તો તેમના દીકરાનું કૅરૅક્ટર પરેશ રાવલ કરે છે જ્યારે પરેશ રાવલના દીકરાના કૅરૅક્ટર માટે હીરોની શોધ ચાલુ છે, પણ એ કૅરૅક્ટર માટે રાજકુમાર રાવ ઑલમોસ્ટ બધાની પસંદ છે.

પહેલી ફિલ્મનું ગ્રહણ બીજી ફિલ્મને...

ડિરેક્ટર ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઑલ ઇઝ વેલ’માં અભિષેક બચ્ચન, અસિન, રિશી કપૂર અને સ્મૃતિ ઈરાની છે; પણ સ્મૃતિ ઈરાની મિનિસ્ટર બન્યાં એ પછી આ ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ આખું અપસેટ થયું છે. સ્મૃતિ ઈરાનીએ પહેલાં શૂટિંગ માટે ડિસેમ્બરની ડેટ્સ આપી હતી, જે સંસદીય સત્રને કારણે કૅન્સલ કરવામાં આવી અને હવે શૂટિંગ જાન્યુઆરીમાં કરવામાં આવશે અને ફેબ્રુઆરી-માર્ચમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ થશે. ઓરિજિનલ પ્લાન મુજબ આ સમયગાળામાં ઉમેશ શુક્લ પોતાની બીજી ફિલ્મ ‘૧૦૨ નૉટ આઉટ’નું શૂટિંગ શરૂ કરવાના હતા, પણ હવે એ સમય ‘ઑલ ઇઝ વેલ’માં આપી દેવો પડ્યો હોવાથી ‘૧૦૨ નૉટ આઉટ’નું શૂટિંગ એપ્રિલ-એન્ડ કે મે મહિનાની શરૂઆતથી કરવામાં આવશે અને ફિલ્મ સિંગલ શેડ્યુલમાં પૂરી કરવામાં આવશે.‘૧૦૨ નૉટ આઉટ’ ટી સિરીઝ અને એબી કૉર્પ ઉપરાંત ઉમેશ શુક્લની કંપની બેન્ચમાર્ક ફિલ્મ્સ પણ પ્રોડ્યુસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2014 05:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK