Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Aarya Review : માસ્ટરપીસ બનવાની લાઇનની બરાબર પાછળ છે આર્યા

Aarya Review : માસ્ટરપીસ બનવાની લાઇનની બરાબર પાછળ છે આર્યા

19 June, 2020 08:36 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Aarya Review : માસ્ટરપીસ બનવાની લાઇનની બરાબર પાછળ છે આર્યા

આર્યા

આર્યા


સુષ્મિતા સેને લગભગ 17 વર્ષ પછી એક્ટિંગ જગતમાં કમબૅક કરી છે. આ માટે તેણે ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની વેબ સીરિઝ 'આર્યા'ની પસંદગી કરી છે. આ તેનો ડિજીટલ ડેબ્યૂ પણ છે. તેણે સ્ક્રીન પર જબરજસ્ત કમબૅક કર્યું છે. ક્રાઇમ અને થ્રિલર પેક્ડ આ સીરિઝમાં સુષ્મિતા સેન સિવાય પણ ઘણી આકર્ષક બાબતો છે, જેને કારણે તમે આ વેબ સીરિઝ જોઈ શકો છો.

સ્ટોરી
આ વેબસીરિઝ ડઝ વેબસીરિઝ પોનઝાંની ઑફિશિયલ રીમેક છે. પોનઝાનો સરળ અર્થ કરીએ તો, લેડી ડૉન થાય છે. સ્ટોરી પણ એક લેડી ડૉનની આસપાસ વણાયેલી છે. આર્યા સરીનનો પરિવાર ગેરકાયદાકીય અફીણ અને દવાઓના બિઝનેસમાં જોડાયેલી છે. તેનો પતિ તેજ સરીન, ભાઈ સંગ્રામ અને મિત્ર જવાહર ત્રણ પાર્ટનર છે. સંગ્રામ અને જાહર અફીણથી આગળ વધીને હેરોઇનના બિઝનેસમાં ઉતરવા માગે છે, જો કે, તેજ આ માટે તૈયાર નથી. કારણકે આ બિધનેસમાં પહેલાથી શેખાવત નામનો મોટો ક્રિમિનલ સામેલ છે. તો આર્યા ઇચ્છે છે કે તેના બાળકો પર આની અસર ન પડે અને તે તેજ પર આ બિઝનેસમાંથી બહાર આવવા માટે દબાણ કરે છે. તેજ આ માટે માની પણ જાય છે પણ આ દરમિયાન જ તેનો ભાઇ સંગ્રામ પકડાઇ જાય છે અને તેજને ગોળી મારી દેવામાં આવે છે. આર્યાને પણ ઘણાં લોકો ધમકી આપે છે, લોકો પૈસા માગવા લાગે છે. તો આર્યા એ વાત પણ જાણવા માગે છે તેના પતિનો હત્યારો કોણ છે, તો નૉરકૉટિક્સ ડિપાર્ટમેન્ટ પણ તેની પાછળ પડી જાય છે. પોતાના બાળકોને બચાવવા માટે આર્યા આખરે આ દલદલમાં ઉતરે છે. શું તે પોતાના બાળકોને બચાવી શકે છે? શું તે પોતાના પતિના કાતિલને શોધી શકશે? આ સવાલના જવાબ શોધવા તમારે વેબ સીરિઝ જોવી પડશે.



શું છે ખાસ
1. આ સીરિઝની સૌથી મહત્વની વાત છે સુષ્મિતા સેનની એક્ટિંગ, તેને ફરી સ્ક્રીન પર જોવું ખૂબ જ રસપ્રદ છે. જો કે, સુષ્મિતાની એક્ટિંગ પણ સરસ છે. તે પોતાના પાત્રમાં ખૂબ જ સરસ લાગે છે. અને તેણે આશા કરતાં ખૂબ જ વધારે સમય મળ્યો છે. તેની ફિટનેસ અને તેની અદાકારી પણ જોવા જેવી છે. ચંદ્રચૂડ સિંહે સુષ્મિતાના ઑન સ્ક્રીન પતિ તેજનું પાત્ર ભજવ્યું છે. તેને વધારે તક નથી મળી. તો, ચંદ્રચૂડ સુષ્મિતા સામે થોડો આછો પડતો દેખાય છે. જોકે, તેની ડલનેસ સુષ્મિતાના પાત્રને હજી વધારે મજબૂત બનાવે છે. આ બન્ને સિવાય સિકંદર ખેર પણ મુખ્ય પાત્રમાં છે. ફણ તેના ભાગે વધારે ડાયલૉગ્સ નથી. તો આર્યાના ઑનસ્ક્રીન બાળકોના પાત્રો ભજવનાર વૃત્તિ, વીરેન અને પ્રત્યક્ષ પવારે પણ ખૂહ જ ઇમ્પેક્ટ ફૂલ પરફૉર્મન્સ આપી છે. ખાસ કરીને આદિનું પાત્ર ભજવનાર પ્રત્યક્ષે જે રીતે ડર અને શૉકને પોતાના ચહેરા પર ઉતાર્યું છે, તે 'ચિંટૂ કા બર્થડે'ના વેદાંત છિબ્બરની યાદ અપાવે છે.


2. સ્ટોરી તમને ખૂબજ રસપ્રદ લાગવાની છે. ખાસ વાત એ છે કે સ્ટોરી તમને અંત સુધી બાધીને રાકે છે.

3. નિર્દેશન પણ તમને ખૂબ જ પ્રભાવિત કરનારું છે. કોઇક વિદેશી સીરિઝને ભારતીય પ્રવેશમાં ઉતારવું એટલું સરળ કામ નથી.


4. અન્ય ક્રાઇમ સીરિઝની જેમ તમને આ સીરિઝમાં અપશબ્દોનો મારો જોવા નહીં મળે. એવું ક્યાંય નથી લાગતું કે જબરજસ્તી અપશબ્દો કે ગાળ મૂકીને આને મિલેનિયનલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય

તો ક્યાં રહી ગઈ ઓછ
1. સીરિઝમાં હજી થોડી મહેનતની જરૂર હતી. સ્ટોરી પર સંદીપ શ્રીવાસ્તવ અને અનુ ચૌધરી હજી મહેનત કરી શક્યા હોત. વેબ સીરિઝને સ્પીડ પકડવામાં સમય લાગે છે. એટલે કે શરૂઆતના કેટલાક એપિસોડ સ્લો છે. તમને સીરિઝ જોવા માટે ધીરજ રાખવી પડશે. એવા ડાયલૉગ્સ પણ નથી, જેને તમે યાદ રાખી શકો.

2. મ્યૂઝિક એટલું સારું નથી. વચ્ચે કેટલીક કવિતાઓ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે, તે તમને કનેક્ટ નથી કરી શકતી. બેકગ્રાઉન સ્કોર પણ એવરેજ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2020 08:36 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK