‘ભાગ મિલ્ખા ભાગ’માં કુલ ૮૦ રેસનું શૂટિંગ કરાશે

Published: 17th October, 2011 18:12 IST

‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી-૬’ના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફરહાન અખ્તર અને સોનમ કપૂરને ચમકાવતી ‘ભાગ મિલ્ખા ભાગ’ ભારત તરફથી ઑલિમ્પિક્સમાં રેસ કરનારા મિલ્ખા સિંહના જીવન પર બનાવવામાં આવશે. ફિલ્મમાં મિલ્ખા સિંહનો રોલ ફરાહન અખ્તર કરશે. આ ફિલ્મમાં વિશ્વના જુદા-જુદા ભાગોમાં મિલ્ખા સિંહની કરીઅર દરમ્યાનની કુલ ૮૦ રેસ બતાવવામાં આવશે.

 

ફિલ્મમાં મિલ્ખા સિંહના બાળપણના દિવસો અને તેમની કરીઅર પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મિલ્ખા સિંહનો જન્મ પાકિસ્તાનમાં આવેલા મુલતાનમાં થયો હતો અને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેમનું કુટુંબ ભારત રહેવા આવી ગયું હતું. ફિલ્મમાં મુખ્યત્વે ટોક્યો એશિયન ગેમ્સ (૧૯૫૮), મેલબૉર્ન (૧૯૫૬) અને રોમ ઑલિમ્પિક્સ (૧૯૬૦)માં તેમની રેસને બતાવવામાં આવશે. આ ચાર વર્ષ મિલ્ખા સિંહની કરીઅરનાં ‘ગોલ્ડન યર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK