Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડમાં રશ્મિ, કરણ અને રિત્વિક મારશે બાજી

વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડમાં રશ્મિ, કરણ અને રિત્વિક મારશે બાજી

29 July, 2012 04:46 AM IST |

વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડમાં રશ્મિ, કરણ અને રિત્વિક મારશે બાજી

વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડમાં રશ્મિ, કરણ અને રિત્વિક મારશે બાજી


jhalakકલર્સ ચૅનલ પર આવતા રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં આજે રાત્રે નવથી દસ વચ્ચે ખાસ વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડ ટેલિકાસ્ટ થવાનો છે. આ રાઉન્ડમાં છ સ્પર્ધકોમાંથી ત્રણ વિજેતાઓને શોમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી જવાની છે. આ વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી રાઉન્ડમાં ‘ઉતરન’ની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ, ‘પવિત્ર રિશ્તા’નો અજુર્ન એટલે કે રિત્વિક ધન્જાણી, ‘કુછ તો લોગ કહેંગે’નો રોહન એટલે કે કરણ વાહી, ‘બાલિકા વધૂ’ની નાની આનંદી એટલે કે અવિકા ગોર, ‘સસુરાલ ગેંદા ફૂલ’નો ઈશાન એટલે કે જય સોની અને ટીવી-હૉસ્ટેસ નેહા ભસીનનો સમાવેશ થાય છે. જોકે મળતી માહિતી પ્રમાણે આ  વાઇલ્ડ-કાર્ડ રાઉન્ડમાં રશ્મિ, રિત્વિક અને કરણ વિજેતા બનીને શોમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવી લેશે જ્યારે અવિકા, જય અને નેહાના ઇરાદા પર પાણી ફરી વળશે.

આ શોમાં રશ્મિએ જજ માધુરી દીક્ષિતને કહ્યું હતું કે તે તેની મોટી ફૅન છે અને પછી તેને પોતાની સાથે ડાન્સ કરવાની વિનંતી કરી હતી. રશ્મિની વિનંતી માધુરીએ માની લીધી હતી અને બન્નેએ સ્ટેજ પર માધુરીના જ સુપરહિટ સૉન્ગ ‘ચને કે ખેત મેં’ પર ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ પછી રશ્મિએ માધુરીને પગે લાગીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 04:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK