Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પ્લેયર્સ’ માટે ગોલ્ડન કાર્પેટ

‘પ્લેયર્સ’ માટે ગોલ્ડન કાર્પેટ

21 December, 2011 09:59 AM IST |

‘પ્લેયર્સ’ માટે ગોલ્ડન કાર્પેટ

‘પ્લેયર્સ’ માટે ગોલ્ડન કાર્પેટ






અભિષેક બચ્ચન, સોનમ કપૂર, બિપાશા બાસુ, નીલ નીતિન મુકેશ, બૉબી દેઓલ અને વિનોદ ખન્નાને ચમકાવતી ‘પ્લેયર્સ’ આવતા વર્ષની પહેલી રિલીઝ હશે. ૬ જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મનું વલ્ર્ડ પ્રીમિયર દુબઈમાં બે દિવસ પહેલાં ૪ જાન્યુઆરીએ કરવામાં આવશે. આ પ્રીમિયરમાં ફિલ્મની થીમને ધ્યાનમાં રાખીને આયોજકોએ આખી કાસ્ટ માટે સામાન્ય રેડ કાર્પેટને સ્થાને ગોલ્ડન કાર્પેટ પર તેમને વૉક કરાવવાનું નક્કી કર્યું છે.


૧૯૬૯માં આવેલી અને ત્યાર પછી ૨૦૦૩માં રીમેક થયેલી ‘ધ ઇટાલિયન જૉબ’ની ઑફિશ્યલ બૉલીવુડ રીમેક ‘પ્લેયર્સ’ અબ્બાસ-મસ્તાનની એક ઍક્શન-થિþલર હશે. ફિલ્મ સોનાના મોટા જથ્થાની ચોરી કરતી ટીમ પરની હશે અને એમાં ટીમમાંથી જ કોઈના દગા બાદ બદલો લેવા તેની પાસેથી જ આ સોનું મેળવવા ફરીથી ચોરીના પ્લાનને પાર પાડવાના વિષય પરની હશે. ગોલ્ડની ચોરી ફિલ્મનો મુખ્ય આંતરિક ભાગ હોવાથી પ્રીમિયર સાથે સંકળાયેલા લોકોએ આ  લીધો હતો.


ગ્રૅન્ડ સિનેપ્લેક્સમાં યોજાઈ રહેલા આ પ્રીમિયરમાં અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, સોનમ કપૂર અને નીલ નીતિન મુકેશ હાજરી આપે એવી સંભાવના છે. Whatsapp-channel Whatsapp-channel

21 December, 2011 09:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK