આ રિયલિટી શો જિયો સિનેમા પર દેખાડવામાં આવે છે. ગ્રૅન્ડ ફિનાલેમાં પૂજા ભટ્ટ, એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, બેબિકા ધુર્વે અને મનીષા રાની જોવા મળશે.
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ
‘બિગ બૉસ OTT 2’ના આજે થનારા ફિનાલેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ પહોંચશે એવી શક્યતા છે. તેઓ તેમની ‘જવાન’ને પ્રમોટ કરવાનાં છે. તો એ ફિનાલેમાં આયુષમાન ખુરાના અને અનન્યા પાન્ડે પણ ‘ડ્રીમ ગર્લ 2’ના પ્રમોશન માટે આવશે. જોકે એ વિશેની ચોક્કસ માહિતી મળી શકી નથી. આ રિયલિટી શો જિયો સિનેમા પર દેખાડવામાં આવે છે. ગ્રૅન્ડ ફિનાલેમાં પૂજા ભટ્ટ, એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, બેબિકા ધુર્વે અને મનીષા રાની જોવા મળશે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરે છે. એવામાં જો શાહરુખ આ શોમાં પહોંચશે તો એમ કહી શકાશે કે કરણ-અર્જુન ફરી સાથે આવ્યા છે.


