Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > `ધ રેલવે મેન` રિવ્યુ : પર્ફોર્મન્સે બનાવી સ્ટોરીને વધુ રિયલ

`ધ રેલવે મેન` રિવ્યુ : પર્ફોર્મન્સે બનાવી સ્ટોરીને વધુ રિયલ

19 November, 2023 03:51 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

કે. કે. મેનન આ શોમાં સ્ટેશન માસ્ટર છે. તેણે તેના ઍક્ટિંગ એક્સ્પીરિયન્સનો આ શોમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. તેનાં દરેક એક્સપ્રેશન અને દરેક ડાયલૉગ અને બૉડી લૅન્ગ્વેજ સ્ટેશન માસ્ટર હોવાનું પુરવાર કરે છે.

ધ રેલવે મેન

ધ રેલવે મેન


ધ રેલવે મેન 


કાસ્ટ : કે. કે. મેનન, આર. માધવન, દિવ્યેન્દુ શર્મા, બાબિલ ખાન, સની હિન્દુજા



ડિરેક્ટર : શિવ રવૈલ


રિવ્યુ : સાડા ત્રણ
   

કે. કે. મેનન, આર. માધવન, દિવ્યેન્દુ શર્મા અને બાબિલ ખાનનો વેબ શો ‘ધ રેલવે મેન’ ગઈ કાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો છે. ચાર એપિસોડના આ શો દ્વારા યશરાજ ફિલ્મ્સે તેમનો ડિજિટલ ડેબ્યુ કર્યો છે. એક-એક કલાકના આ શોને શિવ રવૈલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે.


સ્ટોરી ટાઇમ
સત્ય ઘટના પરથી આધારિત આ શો બનાવવામાં આવ્યો છે. બીજી ડિસેમ્બર, ૧૯૮૪ના દિવસે મધ્ય પ્રદેશના ભોપાલમાં જે ગૅસ દુર્ઘટના ઘટી હતી એના પર આ શો બનાવવામાં આવ્યો છે. આ ઘટના વિશે ઘણા લોકોને ખબર હશે, પરંતુ એ ઘટના દરમ્યાન રેલવે કર્મચારીઓએ લોકોના કેવી રીતે જીવ બચાવ્યા હતા એના પર આ શોની સ્ટોરી છે. યુનિયન કાર્બાઇડ ફૅક્ટરીને કોણે પરવાનગી આપી હતી, કોણે ભ્રષ્ટાચાર કર્યો હતો, કોણે આ લોકોની મદદ કરવા માટે અડચણરૂપ બન્યા હતા એ બધાથી પરે કેટલાક લોકોએ તેમની aબહાદુરી અને જઝ્બાને લઈને કેવી રીતે હજારો લોકોના જીવ બચાવ્યા હતા એના પર આ શોની સ્ટોરી છે. આ શોની સ્ટોરી એક જર્નલિસ્ટ કેશવાણીના નજરિયાથી દેખાડવામાં આવી છે. તે યુનિયન કાર્બાઇડ ફૅક્ટરીને ખૂલી પાડવા માગતો હોય છે. તેનું કહેવું હોય છે કે ભોપાલ એક જ્વાળામુખી પર બેઠું છે જે ક્યારેય પણ ફાટી શકે છે. તેના પર પોલીસ અને પ્રશાસનનું પ્રેશર આવે છે. જોકે એ દરમ્યાન જ ગૅસ લીક થાય છે. ત્યારે એક સ્ટેશન માસ્ટર તેના કેટલાક કર્મચારી સાથે મળીને લોકોના જીવ બચાવે છે. આ સ્ટેશન માસ્ટર તેની ડ્યુટીને સૌથી વધુ પ્રાધાન્ય આપતો હોય છે અને તેનું માનવું છે કે તેમના કામમાં એક પણ ભૂલનો સ્કોપ નથી હોતો, કારણ કે એના લીધે ઘણા લોકોના જીવ જોખમમાં આવી શકે છે. આ સ્ટેશન માસ્ટરની ભૂમિકા કે. કે. મેનને ભજવી છે. તે તેના દીકરાને પૈસાની પાછળ ભાગતો અટકાવી યુનિયન કાર્બાઇડમાં કામ કરવા કરતાં સરકારી નોકરી કરવા માટે કહે છે. જોકે એ દરમ્યાન તેની મુલાકાત રેલવેમાં કામ કરવા માગતા એક નવા કર્મચારી સાથે થાય છે. આ કર્મચારીનો રેલવેમાં પહેલો દિવસ હોય છે જે આ પહેલાં યુનિયન કાર્બાઇડમાં કામ કરતો હોય છે. આ પાત્ર બાબિલ ખાને ભજવ્યું છે. આ સાથે જ સ્ટેશન માસ્ટરની મુલાકાત કૉન્સ્ટેબલ સાથે થાય છે. તે કૉનમૅન હોય છે. કૉન્સ્ટેબલ હોય છે, પરંતુ સ્ટેશન પર લૂંટફાટ કરતો હોય છે. તેની શોધ દરેકને હોય છે અને તેનું નામ એક્સપ્રેસ બૅન્ડિટ હોય છે, કારણ કે તે સ્ટેશન પર જ લૂંટફાટ કરતો હોય છે. તેને ખબર પડે છે કે ભોપાલ સ્ટેશન પાસે તિજોરીમાં એક કરોડથી વધુ રૂપિયા છે. તે આ પૈસા લૂંટવા આવે છે, પરંતુ ખોટા સમયે તે ખોટી જગ્યાએ આવી પહોંચે છે. આ ત્રણ પાત્રની સાથે જ રેલવેના જનરલ મૅનેજરના પાત્રમાં આર. માધવને કામ કર્યું છે. તે પોતાની જીએમ સ્પેશ્યલ ટ્રેઇન લઈને ફરતો હોય છે. તેને જ્યારે ખબર પડે છે કે ભોપાલ સ્ટેશન સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને ત્યાં લોકો જીવિત છે કે નહીં એની કોઈને જાણ નથી ત્યારે તે પોતાની ડ્યુટી ભજવતા અને તેના પોતાના કર્મચારીનો જીવ બચાવવા માટે તે ભોપાલ જવાનું નક્કી કરે છે. જોકે આ દરમ્યાન તેને ખબર પડે છે કે ઘણા લોકો સ્ટેશન પર અટવાયા છે અને તે દરેકને બચાવવાની કોશિશ કરે છે. તેને અટકાવવામાં તો આવે છે, પરંતુ દરેક ઑર્ડરને તોડીને તે આગળ વધે છે અને લોકોના જીવ બચાવે છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
શિવ રવૈલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સ્ટોરીને આયુષ ગુપ્તા દ્વારા લખવામાં આવી છે. શોની સુંદરતા એ છે કે સ્ટોરીનો પ્લૉટ ગૅસ દુર્ઘટના છે. જોકે એમ છતાં એમા ઘણા સબપ્લૉટ પણ ચાલે છે. એક બાપ તેના દીકરાને સારી નોકરી કરવા કહે છે. એક રેલવેની કર્મચારી તેની દીકરીનાં લગ્ન કરાવવા માગે છે. એક ફ્રેન્ડ તેના ફ્રેન્ડના મૃત્યુનો બદલો યુનિયન કાર્બાઇડ પાસે લેવા માગતો હોય છે. આ સાથે જ ઇન્દિરા ગાંધીના અસેસિનેશન બાદ લોકો ટ્રેનમાં જે પણ સિખ ધર્મના લોકો દેખાય એનું મર્ડર કરતા હતા. અમેરિકન કેવી રીતે તેમની કંપની પ્રૉફ્રિટ ન કરતી હોવાથી સેફ્ટીને નજરઅંદાજ કરતા હતા જેવી અનેક સ્ટોરીને આવરી લેવામાં આવી છે. સ્ટોરી ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ફરતી રહે છે. તેમ જ સ્ટોરીને ખૂબ જ સારી રીતે કનેક્ટ કરવામાં આવી છે. શિવ દ્વારા જૂના ફોટો અને વિડિયોનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ આ શો માટે જે રિસર્ચ કરવામાં આવ્યું હતું અને જે મહેનત કરવામાં આવી છે એ જોઈ શકાય છે. આ વેબ-શોને ૭૦-૮૦ના દાયકામાં જે રીતે ફિલ્મો બનાવવામાં આવતી હતી એ રીતે બનાવવામાં આવ્યો છે, પરંતુ એમ છતાં એક નવો પર્સ્પેક્ટિવ જોઈ શકાય છે. એક તરફ હિન્દુ અને સિખ વચ્ચેની વાત કરવામાં આવી છે તો મદદ દરમ્યાન કોઈને પણ ધર્મ પૂછવામાં નથી આવતો અને એ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. આ બન્ને દૃશ્યો એક જ દિવસે જોવા મળે છે. આ સાથે જ હૉસ્પિટલનાં પણ કેટલાંક દૃશ્યોને સુંદર રીતે દેખાડવામાં આવ્યાં છે. આ દૃશ્યો જોઈને એ સમયે કેવી હાલત થઈ હતી એ જોઈ શકાય છે, તેમનું દર્દ સમજી શકાય છે અને એ જ ડિરેક્ટરની જીત છે.

પર્ફોર્મન્સ
કે. કે. મેનન આ શોમાં સ્ટેશન માસ્ટર છે. તેણે તેના ઍક્ટિંગ એક્સ્પીરિયન્સનો આ શોમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. તેનાં દરેક એક્સપ્રેશન અને દરેક ડાયલૉગ અને બૉડી લૅન્ગ્વેજ સ્ટેશન માસ્ટર હોવાનું પુરવાર કરે છે. તેણે તેની ઍક્ટિંગ દ્વારા આ શોમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ઇમોશનલ દૃશ્યોમાં પણ તેણે ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. ખાસ કરીને ચોથા એપિસોડમાં સ્ટેશન પર જ્યારે કે. કે. મેનન મૃત્યુની નજીક હોય છે ત્યારનું દૃશ્ય. બાબિલ ખાને એક નવોદિત ઍક્ટર હોવા છતાં ખૂબ જ સારું કામ કર્યું છે. ઘણાં દૃશ્યોમાં તેનામાં તેના પિતા ઇરફાન ખાનની ઝલક જોવા મળે છે. ઇરફાન જે રીતે એક દૃશ્યને તેના ચહેરા અને આંખો દ્વારા ઘણુંબધું કહીને ઇફેક્ટિવ બનાવી જતો એ જ રીતે આ શોમાં બાબિલ પણ જોવા મળ્યો છે. દિવ્યેન્દુ પણ તેના કૉન-મૅનના શોમાં જોવા મળ્યો છે. તેની ઍક્ટિંગ એક હાર્ડ-હિટિંગ કહો કે ડાર્ક સ્ટોરીને થોડી હળવી બનાવે છે. જોકે શોની શરૂઆતથી લઈને અંત સુધીમાં તેના પાત્રમાં ઘણું પરિવર્તન આવે છે અને એ તેની ઍક્ટિંગમાં જોઈ શકાય છે. જનરલ મૅનેજરના પાત્રમાં આર. માધવન જોવા મળ્યો છે. તેણે પણ તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. એક નીડર અને હંમેશાં પોતાના ગટ્સને લઈને તકલીફમાં મુકાતા હોય એ વ્યક્તિનું પાત્ર ખૂબ જ સારી રીતે જોઈ શકાયું છે. જોકે તેની અને જુહી ચાવલા વચ્ચેની કેમિસ્ટ્રી કહો કે ઇમોશન, જામતું નથી. એક ઇમોશનલ કનેક્શન એ બે પાત્ર વચ્ચે દર્શક તરીકે નથી થતું. આ સિવાય સની હિન્દુજાએ પણ સારું કામ કર્યું છે.

આખરી સલામ
અદ્ભુત સ્ટોરી અને લાજવાબ પર્ફોર્મન્સને કારણે આ શો એકદમ હટકે બન્યો છે. વર્લ્ડ કપ ફાઇનલ બાદ બિન્જ વૉચ માટે આ શો એકદમ પર્ફેક્ટ છે. કે. કે. મેનન અને બાબિલ ખાનની ઍક્ટિંગ શોને અને સ્ટોરી બન્નેને વધુ રિયલ બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 03:51 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK