આ ફિલ્મ ડિઝની + હૉટસ્ટાર પર ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તારાએ જે સમર્પણ દેખાડ્યું છે એ વિશે ડિરેક્ટર નિખિલે કહ્યું કે ‘હું તારા અને અપૂર્વાને એક શબ્દમાં વર્ણવું તો તે ફાઇટર છે.
તારા સુતરિયા
તારા સુતરિયા તેની આગામી ફિલ્મ ‘અપૂર્વા’ના શૂટિંગ વખતે ઘાયલ થઈ હતી. તેને પગમાં ઈજા થઈ હતી અને છતાં તેણે ફિલ્મ માટે રનિંગ સીક્વન્સનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મની સ્ટોરી કપરા સંજોગોમાં પોતાની જાતને બચાવી રાખવા માટેની છે. ફિલ્મને નિખિલ નાગેશ ભટે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ડિઝની + હૉટસ્ટાર પર ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તારાએ જે સમર્પણ દેખાડ્યું છે એ વિશે ડિરેક્ટર નિખિલે કહ્યું કે ‘હું તારા અને અપૂર્વાને એક શબ્દમાં વર્ણવું તો તે ફાઇટર છે. તે એક સાધારણ યુવતી છે, પરંતુ ગજબની સ્ટ્રેંગ્થ ધરાવે છે. એ બાબત મેં ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેની અંદર જોઈ છે. સેટ પર તેને ગંભીર ઈજા થઈ હતી, તેનો પગ પણ મચકોડાઈ ગયો હતો. મને એવો વિચાર આવ્યો કે અમે એ દિવસે શૂટિંગ ન કર્યું હોત તો સારું હતું, પરંતુ અડધા કલાક બાદ મેં જોયું કે તારા સેટ પર રનિંગ સીક્વન્સ માટે પાછી આવી હતી. ખરેખર અજબ સમર્પણ હતું. તારાએ અપૂર્વાનો રોલ કરતી વખતે અને રિયલ લાઇફમાં પણ આ સ્ટ્રેંગ્થ દેખાડી છે.’


