આ સિરીઝ પહેલી માર્ચે Zee5 પર રિલીઝ થશે.
સુનીલ ગ્રોવરની ‘સનફ્લાવર 2’
સુનીલ ગ્રોવરની ‘સનફ્લાવર 2’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝ પહેલી માર્ચે Zee5 પર રિલીઝ થશે. સનફ્લાવર નામની હાઉસિંગ સોસાયટીની આસપાસ આ સ્ટોરી ફરે છે. એમાં સોનુ સિંહના રોલમાં સુનીલ ગ્રોવર દેખાશે. સાથે જ અદા શર્માની એન્ટ્રી આ શોમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવશે. તે બાર ડાન્સર રોઝી મેહતાના રોલમાં જોવા મળશે. સ્ટોરી જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ સોનુ અને રોઝી વચ્ચે રોમૅન્સ વધશે. શોને નવીન ગુજરાલે ડિરેક્ટ કર્યો છે. શો વિશે સુનીલ ગ્રોવરે કહ્યું કે ‘‘સનફ્લાવર 2’માં વધુ સસ્પેન્સ, થ્રિલ અને હાસ્યની સાથે વધુ જટિલ પાત્રો જોવા મળશે. આ મલ્ટિ-લેયર પાત્ર ભજવવાને મેં એન્જૉય કર્યું છે, કેમ કે એનાથી મને આ પાત્રને વધુ એક્સપ્લોર કરવાની તક મળી છે. આ વખતની આ સીઝનને હાસ્યની સાથે રહસ્ય અને મિસ્ટરીથી ભરેલી રાખવાનો ઉદ્દેશ છે.’
બીજી તરફ અદાએ કહ્યું કે ‘રોઝીના મારા પાત્રમાં સ્ટોરીની સાથે અનેક લેયર જોવા મળશે. રોઝી રહસ્યથી ભરપૂર અને તેજ છે. તે આકર્ષક તો છે જ, પરંતુ સાથે જ દરેક પુરુષનું સપનું છે. સનફ્લાવર સોસાયટીમાં રોઝી પ્રાણ પૂરે છે અને દરેકની લાઇફમાં ઉતાર-ચડાવ લાવે છે. તે શરૂઆતથી જ એક મિશન પર હોય છે. તે બાર ડાન્સર હોવાનું જણાવે છે, પરંતુ એપિસોડ્સ જોયા પછી એહસાસ થશે કે તે જૂઠું બોલવામાં માહેર છે. તે પોતાની નિર્દોષતાથી કોઈને પણ મૂરખ બનાવી શકે છે. પોલીસ મિસ્ટર ઐયરથી માંડીને સોનુ સુધી તે દરેક સાથે ચાલાકી કરે છે.’