આ વાતનો ખુલાસો કરતાં પહેલાં મહીપ કપૂરે સંજયને આ વિશે કશું કહ્યું ન હતું
ફાઇલ તસવીર
લાંબા સમયથી ચર્ચામાં રહેલા શૉ ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બૉલિવુડ વાઈવ્ઝની નવી સીઝન ટૂંક સમયમાં OTT પર શરૂ થવા જઈ રહી છે. મહીપ કપૂર, નીલમ કોઠારી, ભાવના પાંડે અને સીમા સચદેવના ગ્લેમરસ જીવનની ઝલક આપનાર આ શૉની પ્રથમ સીઝન પણ જબરદસ્ત હિટ રહી હતી. પ્રથમ સીઝનમાં, ચાર સ્ટાર પત્નીઓએ ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. બીજી સીઝન પણ કંઈક આવી જ બનવાની છે. બીજી સિઝનના એક એપિસોડમાં, મહિપ કપૂરે પતિ સંજય કપૂર સાથે સંબંધિત એક રહસ્ય જાહેર કર્યું, જે ચોંકાવનારું છે. નેટફ્લિક્સ પર બીજી સીઝન 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે.
મહીપ કપૂરે જણાવ્યું કે “સંજય કપૂરે 25 વર્ષના લગ્નજીવન દરમિયાન તેની સાથે છેતરપિંડી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ વાતનો ખુલાસો કરતાં પહેલાં મહીપ કપૂરે સંજયને આ વિશે કશું કહ્યું ન હતું. મહિપ કપૂરે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી.
ADVERTISEMENT
મહીપે કર્યો ખુલાસો - સંજય કપૂરે લગ્ન બાદ છેતરપિંડી કરી
મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે 25 વર્ષના લગ્નજીવન દરમિયાન તેની સાથે છેતરપિંડી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ વાતનો ખુલાસો કરતા પહેલા મહીપ કપૂરે સંજયને આ વિશે કશું કહ્યું ન હતું. મહિપ કપૂરે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. જ્યારે મહીપ કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેના માટે શોમાં બધાની સામે આ વાત જણાવવી મુશ્કેલ છે અને શું તેણે પરિવારને આ વિશે જણાવ્યું, શું તમે જાણો છો કે તેણે શું કહ્યું?
મહીપે સંજયને જાણ કર્યા વગર શોમાં ખુલાસો કર્યો
મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂર દ્વારા આપવામાં આવેલા છેતરપિંડી વિશે વાત કરતાં પહેલાં તેણે અભિનેતાને કંઈપણ કહ્યું ન હતું. તેણીએ કહ્યું કે, “તેઓ કંઈ જાણતા નથી. તેઓ આ શૉથી જાણી શકશે. સંજય કપૂર અભિનેતા અનિલ કપૂરનો ભાઈ છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સંજય કપૂરે 1997માં મહિપ કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને 25 વર્ષ વીતી ગયા છે. મહીપ કપૂર અને સંજય કપૂરને એક પુત્ર અને એક પુત્રી શનાયા કપૂર છે. શનાયા ટૂંક સમયમાં બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.


