Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપને કારણે વેબ-શો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને લંબાવ્યો રોહિત શેટ્ટીએ

વર્લ્ડ કપને કારણે વેબ-શો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને લંબાવ્યો રોહિત શેટ્ટીએ

Published : 12 October, 2023 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો ૨૦૨૩ની દિવાળી પર રિલીઝ થવાનો હતો.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


રોહિત શેટ્ટીએ ક્રિકેટ વર્લ્ડ કપને કારણે તેના વેબ-શો ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને લંબાવી દીધો છે. આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઑબેરૉય અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા જોવા મળશે. આ શો ૨૦૨૩ની દિવાળી પર રિલીઝ થવાનો હતો. આ શો દ્વારા રોહિત તેના કૉપ યુનિવર્સને ડિજિટલ પર લઈને આવી રહ્યો છે. આ શોને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શો લૉન્ચ માટે તૈયાર છે. જોકે રોહિત અને ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ટીમ દ્વારા મળીને આ શોને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને સાથે જ ‘ટાઇગર 3’ પણ આવી રહી છે. આથી મેકર્સ દ્વારા આ શોને લંબાવવામાં આવ્યો છે. આ માટે બહુ જલદી નવી રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK