Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘CAT’ આવશે ડિસેમ્બરમાં

‘CAT’ આવશે ડિસેમ્બરમાં

12 November, 2022 01:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણદીપ હૂડાની વેબ-સિરીઝ ‘CAT’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રણદીપ હૂડાની વેબ-સિરીઝ ‘CAT’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તે ગુરનામના રોલમાં દેખાશે. આ સિરીઝમાં પંજાબના ક્રાઇમ પર પ્રકાશ પાડવામાં આવશે. એમાં દેખાડવામાં આવશે કે એક નિર્દોષ વ્યક્તિને ડ્રગ ટ્રા​ફિકિંગમાં ધકેલવામાં આવે છે. આ સિરીઝને મૂવી ટનલ પ્રોડક્શન્સ અને જેલી બીન એન્ટરટેઇનમેન્ટે  સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. બલવિન્દર સિંહ જંજુઆ, રૂપિન્દર ચહલ અને જિમી સિંહે સાથે મળીને ડિરેક્ટ કરી છે. આ અગાઉ રણદીપે ૨૦૨૦માં આવેલી નેટ​ફ્લિક્સની ‘એક્સ્ટ્રૅક્શન’માં કામ કર્યું હતું. એથી ‘CAT’ દ્વારા તે બીજી વખત નેટ​ફ્લિક્સ સાથે કામ કરી રહ્યો છે. આ સિરીઝમાં તેની સાથે હસલીન કૌર, ગીતા અગરવાલ, સુખવિન્દર ચહલ, દાનિશ સૂદ, પ્રમોદ અને દક્ષ અજિત સિંહ પણ જોવા મળશે. આ સિરીઝની રિલીઝની તારીખની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં રણદીપ હૂડાએ કૅપ્શન આપી હતી, ‘અમારી પાસે તમારા માટે પર્ફેક્ટ ન્યુઝ છે. રણદીપ હૂડા ‘CAT’માં ગુરનામના રોલમાં દેખાશે, જે ભાઈચારો, જાસૂસી અને ઘણુંબધું દેખાડશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર ૯ ડિસેમ્બરે રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2022 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK