ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ શો ૨૮ એપ્રિલે રિલીઝ થયો છે
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસની હાલમાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘સિટાડેલ’ દુનિયાની નંબર વન પર પહોંચી ગઈ છે. રુસો બ્રધર્સની આ સ્પાય-થ્રિલરે વિશ્વભરમાં લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ શો ૨૮ એપ્રિલે રિલીઝ થયો છે. એમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મૅડન પણ લીડ રોલમાં છે. એક વેબસાઇટ મુજબ અમેરિકામાં આ વેબ-સિરીઝ લોકોમાં ખૂબ લોકપ્રિય બની છે. છ એપિસોડની આ સિરીઝના બે એપિસોડનું પ્રીમિયર થયું છે. પ્રિયંકાનાં પર્ફોર્મન્સ અને ઍક્શન લોકોને ખૂબ ગમી રહ્યાં છે. ફ્લિક્સ પૅટ્રોલે બહાર પાડેલા લિસ્ટમાં ‘સિટાડેલ’ને નંબર વન સ્થાન મળ્યું છે. અન્ય શોની સરખામણીએ ‘સિટાડેલ’નો સ્કોર સૌથી વધુ છે. ફ્લિક્સ પૅટ્રોલે જે ટૉપ ૧૦ સિરીઝનું લિસ્ટ બહાર પાડ્યું છે એના પર એક નજર નાખીએ.
| રૅન્ક | શો | પ્લૅટફૉર્મ | સ્કોર |
| ૧ | સિટાડેલ | ઍમેઝૉન પ્રાઇમ વિડિયો | ૧૧૨૫ |
| ૨ | સ્વીટ ટૂથ | નેટફ્લિક્સ | ૬૬૯ |
| ૩ | ધ માર્વલ્સ મિસિસ મૅસેલ | ઍમેઝૉન પ્રાઇમ વિડિયો | ૬૨૩ |
| ૪ | ધ ડિપ્લોમેટ | નેટફ્લિક્સ | ૫૭૨ |
| ૫ | પાવર | ઍમેઝૉન પ્રાઇમ વિડિયો | ૫૩૩ |
| ૬ | ફાયરફ્લાય લેન | નેટફ્લિક્સ | ૫૦૪ |
| ૭ | ધ મૅન્ડેલોરિયન | ડિઝની+હૉટસ્ટાર | ૫૦૦ |
| ૮ | લૉર્ડ ઑફ ધ રિંગ્સ: રિંગ્સ ઑફ પાવર | ઍમેઝૉન પ્રાઇમ વિડિયો | ૪૬૪ |
| ૯ | ધ નર્સ | નેટફ્લિક્સ | ૪૪૪ |
| ૧૦ | ડેડ રિંગર્સ | ઍમેઝૉન પ્રાઇમ વિડિયો | ૪૧૦ |


