સિંગલ-ટોન સ્ટોરી જેમને પસંદ ન હોય એવા દર્શકો માટે ‘તનાવ’ બનાવવામાં આવ્યો છે
માનવ વિજ
માનવ વિજનું કહેવું છે કે ‘તનાવ’ એવા દર્શકો માટે છે જેમને સિંગલ-ટોન સ્ટોરી પસંદ નથી. ઇઝરાયલી શો ‘ફૌદા’ની હિન્દી રીમેક ‘તનાવ’ છે.
આ શોને સુધીર મિશ્રા અને સચિન મમતા ક્રિષ્ન દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. અગિયાર નવેમ્બરે રિલીઝ થઈ રહેલા આ શોમાં માનવ વિજની સાથે અરબાઝ ખાન, સુમિત કૌલ, રજત કપૂર, શશાંક અરોરા, ઝરીના વહાબ જેવા ઘણા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં માનવ વિજે કહ્યું કે ‘અમારા શો ‘તનાવ’ની સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે જે આજના દર્શકોને ખૂબ જ પસંદ પડશે. સિંગલ-ટોન સ્ટોરી જેમને પસંદ ન હોય એવા દર્શકો માટે ‘તનાવ’ બનાવવામાં આવ્યો છે. આ શોમાં ઘણાં પાત્રો છે જે સ્ટોરીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. મને ડિરેક્ટર સુધીર અને સચિન સર સાથે કામ કરવા મળ્યું એ માટે પોતાને નસીબદાર માનું છું. ‘તનાવ’માં કામ કરીને મને ઍક્ટર તરીકે ટીમવર્કનો એહસાસ થયો છે.’

