એમાં તેઓ સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં દેખાવાના છે
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને સ્ટ્રગ્લિંગ ઍક્ટર કહેનાર સોશ્યલ મીડિયા યુઝરને તેમણે ખૂબ સરસ અને પ્રેમથી જવાબ આપ્યો છે. ધર્મેન્દ્રએ પોતાના આગામી પ્રોજેક્ટ ‘તાજ-ડિવાઇડેડ બાય બ્લડ’ના પોતાના લુકને શૅર કર્યો હતો. એમાં તેઓ સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં દેખાવાના છે. એને જોઈને વૈષ્ણવ નામના સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર ટ્વીટ કર્યું કે તેઓ એક સ્ટ્રગ્લિંગ ઍક્ટર જેવું વર્તન શું કામ કરી રહ્યા છે? એનો જવાબ આપતાં ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું કે ‘વૈષ્ણવ, લાઇફ હંમેશાંથી એક સુંદર સ્ટ્રગલ રહી છે. તમે, હું, આપણે બધા સ્ટ્રગલ કરીએ છીએ. આરામ કરવો એટલે પોતાનાં સુંદર સપનાંઓને ખતમ કરવાં, પોતાની સુંદર જર્નીને વિરામ આપવો.’