Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > તાપસીને ‘કૉફી વિથ કરણ’માં શું કામ ઇન્વાઇટ નથી કરતો કરણ?

તાપસીને ‘કૉફી વિથ કરણ’માં શું કામ ઇન્વાઇટ નથી કરતો કરણ?

30 September, 2022 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિઝની+હૉટસ્ટાર પર આવતા આ શોમાં કરણ સેલિબ્રિટીઝને બોલાવીને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે અનેક સવાલો પૂછે છે

તાપસી પન્નુ

તાપસી પન્નુ


કરણ જોહરે જણાવ્યું છે કે તે તાપસી પન્નુને ‘કૉફી વિથ કરણ’માં શું કામ ઇન્વાઇટ નથી કરતો? થોડા સમય અગાઉ તાપસીએ જણાવ્યું હતું કે તેની સેક્સ લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી કે તે આ શોમાં જઈ શકે. ડિઝની+હૉટસ્ટાર પર આવતા આ શોમાં કરણ સેલિબ્રિટીઝને બોલાવીને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે અનેક સવાલો પૂછે છે. હવે એના ફાઇનલ એપિસોડમાં તન્મય ભટ્ટ, કુશા કપિલા, નિહારિકા અને દાનિશ સૈતે કરણ પર વિવિધ સવાલોનો મારો કરીને સ્ટ્રેસ આપ્યું હતું. તેને પૂછવામાં આવ્યું હતું કે તેણે કદી પણ ‘કૉફી વિથ કરણ’માં તાપસી પન્નુને કેમ ઇન્વાઇટ નથી કરી? એનો જવાબ આપતાં કરણ જોહરે કહ્યું કે ‘આના બાર એપિસોડ હતા. તમારે એવાં કૉમ્બિનેશન્સ બનાવવાનાં હોય છે જે પરસ્પર જોડાઈ શકે. તાપસીને એ જણાવવા માગું છું કે જો મેં તેને આ શોમાં આવવાની રિક્વેસ્ટ કરી હોત કે આપણે એક એક્સાઇટિંગ કૉમ્બિનેશન બનાવીએ તો તેણે મને ના પાડી દીધી હોત તો હું દુખી થઈ જાત.’


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2022 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK