આ શોમાં તેની સાથે ડિમ્પ્લ કાપડિયા, રાધિકા મદન, અંગિરા ઘર અને દીપક ડોબરિયાલ જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે
ઈશા તલવાર
ઈશા તલવારનું કહેવું છે કે તેણે હોમી અડાજણિયા માટે આઠ વર્ષ પહેલાં ઑડિશન આપ્યું હતું, પરંતુ એ પ્રોજેક્ટ નહોતો બન્યો. તેણે હાલમાં જ હોમીની ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં કામ કર્યું છે જેમાં તેણે બિજલીનું પાત્ર ભજવ્યું છે. આ શોમાં કામ કરવા વિશે પૂછતાં ઈશાએ કહ્યું કે ‘હોમી સાથે કામ કરવાની સારી વાત એ છે કે તે એક ઇન્સ્ટિંક્ટિવ ડિરેક્ટર છે. મેં જેટલા ડિરેક્ટર સાથે કામ કર્યું છે એમાં તે અલગ છે. મને યાદ છે કે અમે એક મોટી ફૅમિલી સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં જેમાં હું એક હજાર કરોડનું મૅથેમૅટિક્સ કરી રહી હતી ત્યારે હોમી મૉનિટર પાસેથી હટી ગયો હતો અને તે રૂમમાં શાંતિથી બેસી ગયો હતો, જે મારા માટે રિફ્રેશિંગ હતું.’
આ શોમાં તેની સાથે ડિમ્પ્લ કાપડિયા, રાધિકા મદન, અંગિરા ઘર અને દીપક ડોબરિયાલ જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે. હોમી વિશે વાત કરતાં ઈશાએ કહ્યું કે ‘મેં હોમી માટે આઠ વર્ષ પહેલાં ઑડિશન આપ્યું હતું, પરંતુ એ પ્રોજેક્ટ નહોતો બન્યો. તે પર્સનલી મારા માટે ઑડિશન જોવા આવ્યો હતો અને મારો કો-ઍક્ટર બન્યો હતો. એ સમયે મને ખબર પડી ગઈ હતી કે મારે હોમી સાથે એક દિવસ તો કામ કરવું રહ્યું. ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ માટે એનાથી સારી વાત શું હોઈ શકે?’