તેણે સચિવ અભિષેક ત્રિપાઠીનો રોલ કર્યો હતો. અગાઉની બે સીઝન લોકોને ખૂબ પસંદ પડી હતી. એમાં દેખાડવામાં આવ્યું હતું કે જિતેન્દ્ર ફુલેરા ગામમાં સેક્રેટરી બનીને આવે છે.
વેબ-સિરીઝ ‘પંચાયત 3’
વેબ-સિરીઝ ‘પંચાયત 3’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર જોવા માટે તૈયાર થઈ જાઓ. આ શોના જિતેન્દ્ર કુમારનો ફર્સ્ટ લુક તેમણે શૅર કર્યો છે. તેણે સચિવ અભિષેક ત્રિપાઠીનો રોલ કર્યો હતો. અગાઉની બે સીઝન લોકોને ખૂબ પસંદ પડી હતી. એમાં દેખાડવામાં આવ્યું હતું કે જિતેન્દ્ર ફુલેરા ગામમાં સેક્રેટરી બનીને આવે છે. બન્ને સીઝનમાં ભરપૂર કટાક્ષ અને કૉમેડી જોવા મળી હતી. અગાઉની સીઝનની જેમ આ ત્રીજી સીઝનમાં પણ નીના ગુપ્તા અને રઘુબીર યાદવ જોવા મળશે. જિતેન્દ્ર કુમારનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ કૅપ્શન આપી હતી, ‘અમે જાણીએ છીએ કે રાહ જોવું કઠિન છે. એથી અમે સેટ પરની નાનકડી ઝલક તમારા માટે લઈ આવ્યા છીએ.’
