વેબ-સિરીઝનું શૂટ શિમલામાં કરવામાં આવશે. ઑગસ્ટમાં આ વેબ-સિરીઝ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

નિક્કી તંબોલી
કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની આ વખતની ૧૪મી સીઝનમાં દેખાયેલી સાઉથની ઍક્ટ્રેસ નિક્કી તંબોલીને બાલાજી ટેલિફિલ્મ્સમાંથી વેબ-સિરીઝ માટે ઑફર આપવામાં આવી છે. નિક્કી તંબોલીને જે વેબ-સિરીઝની ઑફર મળી છે એ હૉરર સિરીઝ છે.
છેલ્લા થોડા સમયથી હૉરર સિરીઝની ડિમાન્ડ નીકળતાં એકતા કપૂરે પણ હૉરર સબ્જેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, જેમાં ત્રણ વેબ-સિરીઝ ફાઇનલ થઈ છે.
નિક્કીને જે વેબ-સિરીઝ ઑફર થઈ છે એ વેબ-સિરીઝમાં નિક્કી એક એવી યુવતીનું કૅરૅક્ટર કરશે જે સોલો ટ્રાવેલર છે અને જગતમાં કોઈનાથી ડરતી નથી. એક હિલ સ્ટેશન પર પહોંચે છે અને અનાયાસ જ તે હોન્ટેડ હાઉસમાં દાખલ થાય છે.
વેબ-સિરીઝનું શૂટ શિમલામાં કરવામાં આવશે. ઑગસ્ટમાં આ વેબ-સિરીઝ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.