કવિતા કૌશિકની પહેલી વેબ-સિરીઝ કોબવેબ
કવિતા કૌશિક
લાંબા સમયથી ઑફ-સ્ક્રીન થઈ ગયેલી અને સબ ટીવીની ‘FIR’ સિરિયલથી પૉપ્યુલર બનેલી ઍક્ટ્રેસ કવિતા કૌશિક હવે વેબ-સિરીઝથી કમબૅક કરશે. કવિતાએ ‘કોબવેબ’ નામની વેબ-સિરીઝ સાઇન કરી છે. આ વેબ-સિરીઝમાં કવિતા કૌશિક ઉપરાંત મકરંદ દેશપાંડે અને કૃષ દેબુ જેવા થિયેટર આર્ટિસ્ટ પણ જોવા મળશે.
આ પણ વાંચો :જુગલ હંસરાજનો વેબ-સિરીઝમાં ડેબ્યુ
ADVERTISEMENT
‘કોબવેબ’ સસ્પેન્સ-થ્રીલર શો છે. એક ઘરમાં અચાનક જ રહસ્યમય ઘટનાઓ ઘટવી શરૂ થઈ જાય છે, જે ઘટનાઓ મુજબની ઘટનાઓ બહાર પણ બને છે. કવિતા કૌશિકનું આ ઘર છે અને તેની સાથે જ આવી અજાયબ વાતો બની રહી છે.
‘કોબવેબ’નું શૂટ ઑલરેડી શરૂ થઈ ગયું છે અને અત્યારે અમદાવાદમાં એનું શૂટિંગ ચાલી રહ્યું છે.