તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ બની પલક સિદ્ધવાણી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનું પાત્ર તરીકે પલક સિધ્ધવાણી જોવા મળશે.
સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનું પાત્ર તરીકે પલક સિધ્ધવાણી જોવા મળશે. સોનુંનું પાત્ર હાલમાં નિધી ભાનુશાલી ભજવી રહી હતી. નિધી તેના એજ્યુકેશન પર ધ્યાન આપવાને કારણે આ શો છોડી રહી છે. ૨૦૧૨માં સોનુના પાત્ર માટે ઝીલ મેહતાની જગ્યાએ નિધીને પસંદ કરવામાં આવી હતી. નિધી શો છોડી રહી હોવાથી જિનલ જૈન અને પલક વચ્ચે હરિફાઈમાં હતાં. જોકે પલકે બાજી મારી છે. રૉનિત રૉય અને તિસ્કા ચોપડાની ‘હોસ્ટેજીસ’માં સોવનના પાત્રના ક્રશ તરીકે પલકે કામ કર્યું હતું.
આ પણ વાંચો : સુધા ચન્દ્રન તારા ફ્રૉમ સાતારામાં જજની ભૂમિકામાં જોવા મળશે
ADVERTISEMENT
આ શોમાં હાલમાં તપુ, ગોલી અને ગોગી વચ્ચે સોનુના રિર્ટન આવવાની ચર્ચા ચાલી રહી છે. બહુ જલદી પલક સિધ્ધવાણી આ શોમાં જોવા મળશે.


