° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


TMKOCની બબીતાજીનો જર્મનીમાં અકસ્માત, પોસ્ટમાં જણાવી પોતાની વેદના

21 November, 2022 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેને ઢિંચણમાં ઈજા થઈ છે.

મુનમુન દત્તા Accident

મુનમુન દત્તા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta ka ooltah Chashmah)ની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા જર્મનીમાં વેકેશન પર હતી. આ દરમિયાન અભિનેત્રી અકસ્માતનો ભોગ (Munmun Dutta Accident)બની હતી. બબીતા​​જીના નામથી ફેમસ મુનમુન દત્તાએ પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશે માહિતી આપી છે. મુનમુન દત્તાએ કહ્યું કે અકસ્માત થતાં હવે રજાના દિવસો ટૂંકા કરીને તે ઘરે પરત ફરશે. 

મુનમુન દત્તાએ 21 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પોતાના અકસ્માત વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ લખ્યું, `જર્મનીમાં એક નાનો અકસ્માત થયો છે. મને મારા ડાબા ઘૂંટણમાં ખરાબ રીતે ઈજા થઈ છે. મારે મારી સફર ટૂંકી કરીને ઘરે પરત ફરવું પડશે.` મુનમુને પોસ્ટના અંતમાં તૂટેલા દિલનું ઈમોજી પણ મૂક્યું છે. સ્વાભાવિક છે કે દુર્ઘટનાને કારણે તેણે તેની યુરોપ ટ્રીપ વહેલી પૂરી કરવી પડી છે તેથી તે દુઃખી છે. જેવું મુનમુન (મુનમુન દત્તા ઇન્સ્ટાગ્રામ)એ તેના અકસ્માત વિશે જણાવ્યું, ત્યારથી ચાહકો તેને ઝડપથી સાજા થાય તેવી કામના પાઠવી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar)

નોંધનીય છે કે, બબીતા ​​જીનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તા જર્મની પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં ધૂમ મચાવી રહી હતી. તેને જર્મની ગયાને બે દિવસ જ થયા હતા. મુનમુન દત્તાએ સ્વિટ્ઝર્લેન્ડમાં ખૂબ જ સુંદર નજારો માણ્યો હતો અને ઊંચા પર્વતો, તળાવના કિનારે ફરતી વખતે તેના ચાહકો માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં મુનમુન દત્તા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. પરંતુ કમનસીબે તેનો અકસ્માત થયો અને હવે તેણે સફર અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવું પડશે. મુનમુન દત્તા કામમાંથી બ્રેક લઈને યુરોપના પ્રવાસે ગઈ હતી.

21 November, 2022 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

અમારી સ્કૂલ ફી માટે શાકભાજી વેચનાર પાસે લોન લીધી હતી પપ્પા મુકેશે : નીતિન મુકેશ

નીતિન મુકેશ હાલમાં જ ‘સા રે ગા મા પા’માં જોવા મળ્યો હતો

02 December, 2022 05:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

પ્રેગ્નન્સીની અફવાને ફગાવી રુબીનાએ

બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં તે ટ્રોફી જીતી હતી અને સાથે જ ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનમાં તે રનરઅપ રહી છે

01 December, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ભાગ્ય લક્ષ્મી’માં નેગેટિવ રોલમાં દેખાશે કવિતા બૅનરજી

તે રિશી અને મલિષ્કાની મ્યુચ્યુઅલ કૉલેજ ફ્રેન્ડ સોનલના રોલમાં જોવા મળશે

30 November, 2022 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK