કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો ખૂબ મોટો છે અને એના ઍનિમેશન કાર્ટૂને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે.
કાર્ટૂન નેટવર્ક ચૅનલ
કાર્ટૂન નેટવર્ક ચૅનલ બંધ થઈ રહી હોવાના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. મોટા ભાગની દરેક વ્યક્તિના બાળપણમાં આ ચૅનલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો ખૂબ મોટો છે અને એના ઍનિમેશન કાર્ટૂને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે. જોકે વર્ષોથી ચાલી આવતી ચૅનલ હવે બંધ થવાની છે એવા સમાચાર સોશ્યલ મીડિયામાં ચાલી રહ્યા છે. ‘RIP Cartoon Network’ હૅશટૅગ ખૂબ જ ટ્રેન્ડ પણ કરી રહ્યો છે. કોવિડ દરમ્યાન આ ઇન્ડસ્ટ્રીએ ખૂબ કમાણી કરી હતી. જોકે હવે આ સમયે ઍનિમેશન ઇન્ડસ્ટ્રીને ખૂબ માર પડી રહ્યો હોવાની ચર્ચા છે. ઘણા કર્મચારીઓને અત્યાર સુધી છૂટા કરી દીધા હોવાની ચર્ચા છે અને હવે ચૅનલ બંધ થતાં દરેક કર્મચારીઓ છૂટા થઈ જશે. કાર્ટૂન નેટવર્ક બાદ અન્ય ઍનિમેશન સ્ટુડિયો પણ બંધ થવાને આરે હોવાના સમાચાર છે. જો આવું થયું તો ઘણા લોકો બેરોજગાર થઈ જશે. આ વિશે કાર્ટૂન નેટવર્ક ચૅનલ દ્વારા કોઈ કમેન્ટ કરવામાં નથી આવી.

