તાજેતરમાં જ તેણે ‘ઝલક દિખલા જા 11’ને હોસ્ટ કર્યો હતો.
રિત્વિક ધન્જાણી
રિત્વિક ધન્જાણીએ અત્યાર સુધી અનેક સિરિયલમાં કામ કર્યું છે. તે અનેક શોને હોસ્ટ પણ કરે છે. તે ‘બંદિની’, ‘બૈરી પિયા’, ‘તેરે લિએ’ અને ‘પવિત્ર રિશ્તા’ જેવી સિરિયલમાં જોવા મળ્યો હતો. સાથે જ ડાન્સ રિયલિટી શો ‘નચ બલિયે 6’નો તે વિજેતા રહ્યો હતો. તાજેતરમાં જ તેણે ‘ઝલક દિખલા જા 11’ને હોસ્ટ કર્યો હતો. હવે પોતાની ડાન્સની ટૅલન્ટ દેખાડતાં રિત્વિકે એક નાનકડી ક્લિપ શૅર કરી છે જેમાં તે ફ્રીસ્ટાઇલ ડાન્સ કરતો દેખાય છે. એમાં તેણે ઇફેક્ટ્સનો ઉમેરો કર્યો છે. તે જેવો ડાન્સ કરવાનું શરૂ કરે છે કે તરત જ તેનાં અનેક રૂપ તેની આસપાસ દેખાય છે. બાદમાં તરત એ તેની અંદર સમાઈ જાય છે. તેની આ પોસ્ટની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિત્વિકે કૅપ્શન આપી, જ્યારે મારા દિમાગના બધા વિચારો શારીરિક રૂપ લે છે.

