Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૧૭ વર્ષ જૂના બે ફ્લૅટ વેચીને રાહુલે મેળવ્યો ત્રણગણો નફો

૧૭ વર્ષ જૂના બે ફ્લૅટ વેચીને રાહુલે મેળવ્યો ત્રણગણો નફો

Published : 05 May, 2025 11:37 AM | Modified : 06 May, 2025 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડીલથી કુલ પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી. ‘બિગ બૉસ 14’થી સારી એવી લોકપ્રિયતા મેળવનાર સિંગર રાહુલ વૈદ્ય અને તેનાં મમ્મી-પપ્પા કૃષ્ણા-ગીતા વૈદ્યએ મુંબઈના ઓશિવરામાં બે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ વેચીને પાંચ કરોડ રૂપિયા મેળવ્યા છે.

રાહુલ વૈદ્ય

રાહુલ વૈદ્ય


‘બિગ બૉસ 14’થી સારી એવી લોકપ્રિયતા મેળવનાર સિંગર રાહુલ વૈદ્ય અને તેનાં મમ્મી-પપ્પા કૃષ્ણા-ગીતા વૈદ્યએ મુંબઈના ઓશિવરામાં બે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ વેચીને પાંચ કરોડ રૂપિયા મેળવ્યા છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશનની વેબસાઇટ પરથી મળેલી માહિતી પ્રમાણે આ ડીલનું રજિસ્ટ્રેશન ૨૦૨૫ના એપ્રિલમાં થયું છે.

રાહુલ વૈદ્યના આ બન્ને અપાર્ટમેન્ટ ઓશિવરાના સમર્થ આંગન કૉમ્પ્લેક્સમાં છે. મળતી માહિતી પ્રમાણે એક ફ્લૅટ ૧૧૦૨.૩૮ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. રાહુલ અને તેના પરિવારે આ ફ્લૅટ  ૨૦૦૮માં ૧.૦૧ કરોડ રૂપિયામાં લીધો હતો અને હવે એ ફ્લૅટ ત્રણ કરોડ રૂપિયામાં વેચી દેવાયો છે. આ ડીલ માટે ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી અને ૧૮ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી છે. 
રાહુલ વેદ્યના બીજા ફ્લૅટની વાત કરીએ તો એ ૭૪૩.૨૮ સ્ક્વેર ફુટ જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ ફ્લેટ ૨૦૦૮માં ૬૮.૩ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને હવે બે કરોડ રૂપિયામાં વેચી દેવાયો છે. આ ડીલ માટે ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી અને ૧૨ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK