આ સિરિયલ કલર્સ પર દરરોજ રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે
દીપિકા સિંહ
દીપિકા સિંહને થોડા સમય પહેલાં આંખમાં બ્લડ ક્લૉટ થઈ ગયો હતો. હવે સિરિયલ ‘મંગલ લક્ષ્મી’ના શૂટિંગ દરમ્યાન તેને ઈજા થઈ છે. આ સિરિયલ કલર્સ પર દરરોજ રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. સેટ પર દીપિકા પર મોટું પ્લાય બોર્ડ પડી જવાથી તેને પીઠમાં ભારે ઈજા થઈ છે. આમ છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. શોમાં ડ્રીમ સીક્વન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. ભારે પવનને કારણે પ્લાય બોર્ડ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. એ વખતે દીપિકાએ જોરથી ચીસો પાડી હતી. થોડા સમય માટે શૂટિંગ અટકાવવું પડ્યું હતું, કેમ કે તેની પીઠ પર સોજો આવી ગયો હતો. આ શોમાં મંગલના રોલમાં દીપિકા જોવા મળી રહી છે.

