° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક

22 February, 2021 02:45 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

ટેલિવીઝન અભિનેત્રી રુબિના દિલૈક અને તેના ચાહકો ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ રવિવારે નાના પડદાના લોકપ્રિય એવા રિયાલિટી શૉ બિગબૉસ 14નો ખિતાબ જીતી લીધો છે. આની સાથે જ તેણે 36 લાખ રૂપિયા અને એક સુંદર ટ્રૉફી પણ મેળવી છે. બિગબૉસ 14ની વિજેતા બન્યાં પછી રુબિના દિલૈકે હવે પોતાની મેરિડ લાઇફ અને પતિ અભિનવ શુક્લાને લઈને મોટી વાત કહી છે.

બિગબૉસ 14ના ઘરમાં રુબિના દિલૈક અને અભિનવ શુક્લાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે શૉમાં આવતા પહેલા તેમની મેરિડ લાઇફ ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓથી પસાર થઈ રહી હતી. હવે શૉમાંથી નીકળ્યા પછી રુબિના દિલૈકે મોટી વાત કહી છે. રુબિના દિલૈકે અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઑફ ઇન્ડિાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના સફર અને પતિ અભિનવ શુક્લાને લઈને ખૂબ જ મોટી વાત કહી છે.

રુબિના દિલૈકે કહ્યું, "અભિનવના સપોર્ટે બિગબૉસના ઘરમાં મને ખૂબ જ મજબૂત બનાવી હતી. જ્યારે હું શૉ જીતી ત્યારે તે મને ભેટ્યો, કિસ કરી અને વધામણી આપી. આ મારી માટે ખૂબ જ સુંદર હતું કે તે મારી સાથે હતો. હવે હું ડેસ્ટિનેશન વેડિંગ વિશે વિચારી રહી છું. જગજાહેર છે કે આ મારા બીજા લગ્ન હશે. જેમાં આખા જીવનનો પ્રવાસ પણ સામેલ હશે, જે અમે શૉમાં એકબીજાને પ્રૉમિસ કર્યું હતું."

આ સિવાય રુબિના દિલૈકે અભિનવ શુક્લાને લઈને બીજી પણ ઘણી વાતો કરી. જણાવવાનું કે બિગબૉસ 14 વિજેતાની રેસમાં રુબિના દિલૈક સાથે સિંગર રાહુલ વૈદ્ય રનર અપ રહ્યો. સલમાન ખાને બિગબૉસ 14ના ગ્રાન્ડ ફિનાલેના વિનરની જાહેરાત કરી અને ટ્રૉફી આપી. વિજેતા બનતાની સાછે જ રુબિના દિલૈક 36 લાખ રુપિયા અને એક ટ્રૉફી પણ જીતી છે. જો કે વિજેતાની પ્રાઇઝ મની 50 લાખ રૂપિયા હતી. પણ તે 50 લાખ રૂપિયામાંથી 14 લાખ રૂપિયા લઈને રાખી સાવંતે શૉ છોડવાનો નિર્ણય લીધો. જેના પ્રાઇઝ મનીની રકમ ઘટીને 36 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

શૉ જીત્યા પછી રૂબિના દિલૈક તરત પોતાના ચાહકો સામે આવી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રૂબિના દિલૈકે ચાહકોના સપૉર્ટ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ બિગબૉસ 14ના હોસ્ટ સલમાન ખાનનો પણ આભાર માન્યો. રુબિના દિલૈકે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે.

22 February, 2021 02:45 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’

આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી

31 July, 2021 04:12 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

જામશે મ્યુઝિકલ માહોલ

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

31 July, 2021 04:05 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK