કિંશુક વૈદ્ય બીજી વખત બનશે અર્જુન
કિંશુક વૈદ્ય
સ્ટાર પ્લસ પર એક સમયે બાળકોની ફેવરિટ સિરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’નો સંજુ ઘણાને હજી પણ યાદ હશે. આ સંજુ એટલે કે કિંશુક વૈદ્ય એ પછી ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘કર્ણ સંગિની’, ‘જાત ના પૂછો પ્રેમ કી’, ‘ઇશ્ક સુભાન અલ્લાહ’ જેવા ટીવી-શોમાં જોવા મળ્યો છે અને હવે ‘રાધાકૃષ્ણ’માં અર્જુનના પાત્રમાં જોવા મળશે. ‘રાધાકૃષ્ણ’ સ્ટાર ભારતનો પૉપ્યુલર માઇથોલૉજિકલ શો છે જેમાં સુમેધ મુદગલકર (કૃષ્ણ) અને મલ્લિકા સિંહ (રાધા) મુખ્ય કલાકારો છે. આ શોમાં તાજેતરમાં સત્યભામાની એન્ટ્રી થઈ છે અને એ પાત્ર આલિયા ઘોષ ભજવી રહી છે. ઉલ્લેખનીય છે કે કિંશુક વૈદ્યએ અગાઉ સ્ટાર પ્લસની ટીવી-સિરીઝ ‘કર્ણ સંગિની’માં પણ અર્જુનનો રોલ કર્યો હતો અને હવે સિદ્ધાર્થ કુમાર તિવારીના શો ‘રાધાકૃષ્ણ’માં પણ અર્જુન તરીકે દેખાશે. કિંશુક વૈદ્ય મરાઠી ફિલ્મો તેમ જ અજય દેવનની ફિલ્મ ‘રાજુચાચા’માં પણ અભિનય કરી ચૂક્યો છે.

