ભ્રમમાં ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનશે ચંદન રૉય સાન્યાલ
ચંદન રૉય સાન્યાલ
ચંદન રૉય સાન્યાલ વેબ-સિરીઝ ‘ભ્રમ’માં એક ઇન્વેસ્ટિગેટિવ ઑફિસરની ભૂમિકામાં આ વેબ-સિરીઝ એક સાયકોલોજિકલ થ્રિલર છે. આ શોમાં તેની સાથે કલ્કિ કોચલિન પણ છે. આ વેબ-સિરીઝમાં આઠ એપિસોડ હશે અને એને સપ્ટેમ્બરમાં ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. પોતાનાં પાત્ર વિશે ચંદને કહ્યું હતું કે ‘હું જે પાત્ર ભજવી રહ્યો છું એ ખૂબ જ અલગ છે. સાથે જ એક કલાકાર માટે પણ આવા પ્રકારનાં રોલ ભજવવા સંતોષકારક રહે છે. મારા પાત્ર ઇન્સ્પેક્ટર રાવતની પર્સનાલિટીમાં અનેક લેયર્સ છે અને તે ગ્રે શેડ્સમાં દેખાશે. મને આની સ્ટોરી ખૂબ ગમી છે. સાથે જ શૂટિંગ કરવાનો અનુભવ પણ શાનદાર છે.’


