તે હવે જો જોનસથી મૂવ ઑન થઈ ગઈ છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિવૉર્સ ફાઇલ કર્યા હતા
સોફી ટર્નર
પ્રિયંકા ચોપડા જોનસના દિયર જો જોનસ સાથે ડિવૉર્સ ફાઇલ કર્યા બાદ સોફી ટર્નર તેના નવા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી છે. તે હવે જો જોનસથી મૂવ ઑન થઈ ગઈ છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિવૉર્સ ફાઇલ કર્યા હતા. તેમનું ડિવૉર્સનું બૅટલ પબ્લિક થશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે જો જોનસે મૉડલ સ્ટૉર્મી બ્રી સાથેની તેની રિલેશનશિપને જાહેર કરતાં હવે સોફીએ પણ તેની રિલશનશિપ જાહેર કરી છે. થોડા સમય પહેલાં તે બ્રિટિશ ઍરિસ્ટોક્રેટ પેરેગ્રિન પીઅરસન સાથે જોવા મળી હતી. પેરેગ્રિન પીઅરસનના પિતા માઇકલ પીઅરસનની લંડનના વેસેક્સમાં ૧૬૫૦૦ એકર્સની જમીન છે. પેરેગ્રિનની ગણતરી મેગા રિચ ફૅમિલીમાં થાય છે અને તેની ફૅમિલીનું ૨૮૪ મિલ્યન ડૉલરનું ફૅમિલી ફૉર્ચ્યુન છે. તેઓ થોડા સમય પહેલાં જ લંડનમાં કિસ કરતાં જોવા મળ્યાં હતાં. સોફીએ હાલમાં જ કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તેઓ સ્કી ટ્રિપ કરતાં જોવા મળી રહ્યાં છે.