તેણે ૨૪ વર્ષના આર્જેન્ટિનાના ડીજે અને પ્રોડ્યુસર ગોન્સાલા જુલીએન કોન્ડે સાથે મળીને આ ગીત બનાવ્યું છે

શકીરા
શકીરાએ એક્સ-બૉયફ્રેન્ડ સ્પૅનિશ ફુટબૉલર જેરાડ પીકને લઈને બનાવેલા ગીતે ૧૪ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યા છે. તેણે ૨૪ વર્ષના આર્જેન્ટિનાના ડીજે અને પ્રોડ્યુસર ગોન્સાલા જુલીએન કોન્ડે સાથે મળીને આ ગીત બનાવ્યું છે. આ ગીતનું નામ ‘બીઝર્પ મ્યુઝિક સેશન વૉલ્યુમ ૫૩’ છે. તેણે તેના બૉયફ્રેન્ડ વિશે ડિસ ટ્રૅક બનાવ્યો છે, જેને ૧૨ જાન્યુઆરીએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ૨૪ કલાકમાં આ ગીત સ્પૉટીફાય પર ૧૪,૩૯૩,૩૪૨ વખત સાંભળવામાં આવ્યું હતું. ૨૪ કલાકમાં ૬૩,૦૦૦,૦૦૦ વાર આ ગીત જોવાયું હતું. આ સૌથી ઝડપથી ૧૦૦ મિલ્યન વ્યુઝ પાર કરનાર પહેલું લેટિન સૉન્ગ બન્યું છે. એક અઠવાડિયામાં આ ગીત સ્પૉટીફાય પર ૮૦,૬૪૬,૯૬૨ વાર સાંભળવામાં આવ્યું હતું. આમ એણે ઘણા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામ કર્યા છે.

