અમેરિકન સૉન્ગ-રૅપર કાન્યે વેસ્ટનું કહેવું છે કે તેને પૉર્નનું ઍડિક્શન છે, જેની અસર તેની ફૅમિલી પર પડી હતી. કાન્યે અને કિમ કર્ડાશિયને ૨૦૧૧માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

કાન્યે વેસ્ટ પરિવાર સાથે
અમેરિકન સૉન્ગ-રૅપર કાન્યે વેસ્ટનું કહેવું છે કે તેને પૉર્નનું ઍડિક્શન છે, જેની અસર તેની ફૅમિલી પર પડી હતી. કાન્યે અને કિમ કર્ડાશિયને ૨૦૧૧માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમને ૨૦૧૩માં પહેલી દીકરી નૉર્થ આવી હતી. ત્યાર બાદ તેમણે ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં છ વર્ષ બાદ તેમણે ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં ડિવૉર્સ માટે ફાઇલ કર્યું હતું. તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું એ માટે કાન્યેએ તેની એક્સ-વાઇફ કિમની મમ્મી ક્રિસ જેનરને જવાબદાર ગણાવી છે. આ વિશે વાત કરતાં કાયલી જેનરની ફૉર્મર અસિસ્ટન્ટ વિક્ટોરિયા વિલારોઇલને ઇન્સ્ટાગ્રામ પર કાન્યેએ કહ્યું હતું કે ‘કાયલી અને કિમને જે રીતે ક્રિસે પ્લેબૉય કરવા દીધું એવું તું તારી સાથે ન કરવા દેતી. હૉલીવુડ ખૂબ જ મોટું બ્રૉથલ (વેશ્યાગૃહ) છે. પૉર્નોગ્રાફીએ મારી ફૅમિલીને તોડી નાખી છે. મેં આ ઍડિક્શનને જોયું છે. ઇન્સ્ટાગ્રામ પણ એને પ્રમોટ કરે છે. હું મારાં બાળકો નૉર્થ અને શિકાગો સાથે એવું નહીં થવા દઉં.’