ગાયકના મૃત્યુની પુષ્ટિ તેના રેકૉર્ડ લેબલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂન બિન બુધવારે રાત્રે તેના એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા

ફાઇલ તસવીર
દક્ષિણ કોરિયા (South Korea)ના ગાયક મૂન બિન (Moon Bin)ના નિધનના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે મૂન બિન આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. ગાયકના મૃત્યુની પુષ્ટિ તેના રેકૉર્ડ લેબલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂન બિન બુધવારે રાત્રે તેના એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસને આત્મહત્યાની શંકા
ADVERTISEMENT
મૂન બિનના નિધનથી ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સથી લઈને ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સીએનએન મીડિયાના અહેવાલ અનુસાર, પોલીસે કહ્યું છે કે, “પ્રારંભિક તપાસ મુજબ, સમજી શકાય છે કે તેમણે આત્મહત્યા કરી છે. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બહાર આવશે.” મૂન બિનના રેકૉર્ડ લેબલ ફેન્ટિયાગોએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “મૂન બિને અકાળે દુનિયાને અલવિદા કહી દીધું છે અને હવે તે આકાશમાં તારો બની ચમકશે.”
આ પણ વાંચો: જૉની ડેપ ત્રણ વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળ્યો
2015માં કરિયની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, “મૂન બિનએ 2015માં એસ્ટ્રો સાથે તેની શરૂઆત કરી હતી. તેમના જૂથના અન્ય સભ્યો જિનજિન, એમજે, ચાયુન વૂ અને યુન સિઓન હા હતા. મૂન બિન પેટાજૂથ મૂન બિન અને સાન્હા હેઠળ પણ પ્રદર્શન કર્યું હતું, જેમણે તાજેતરમાં એશિયામાં કેટલાક પ્રવાસો કર્યા છે. તમને જણાવી દઈએ કે તે આવતા મહિને બુસાનમાં 2030 વર્લ્ડ એક્સપોના પ્રચાર માટે પરફોર્મ કરવા જઈ રહ્યો હતો. તે જ સમયે તેમની અન્ય એક ઇવેન્ટ 13 મેના રોજ જકાર્તામાં યોજાવાની હતી.

