કૅન્યે વેસ્ટ સાથેના ડિવૉર્સ બાદ તે કૉમેડિયન પીટ ડેવિડસનને ડેટ કરી રહી હતી

કિમ કર્ડાશિયન
રિયલિટી ટીવીસ્ટાર કિમ કર્ડાશિયન ફરી ડેટ કરવા તૈયાર છે, પરંતુ તે હવે સેલિબ્રિટીને નહીં કરે. તે ૪૨ વર્ષની છે અને ચાર બાળકોની મમ્મી છે. કૅન્યે વેસ્ટ સાથેના ડિવૉર્સ બાદ તે કૉમેડિયન પીટ ડેવિડસનને ડેટ કરી રહી હતી. જોકે તેની સાથેના બ્રેકઅપ બાદ તે થોડા સમયથી સિંગલ હતી. તે હવે ફરી ડેટ માટે તૈયાર છે, પરંતુ હૉલીવુડમાં ફેમસ હોય એવા સાથે નહીં, પરંતુ તે કોઈ ફાઇનૅન્સમાં હોય એવી વ્યક્તિને ડેટ કરવા માગે છે. આ વિશે કિમે કહ્યું કે ‘મારા દિમાગમાં એક ફૅન્ટસી જેવું છે કે ફોર્થ ટાઇમ્સ અ ચાર્મ. મારાં છેલ્લાં લગ્ન, મને લાગે છે કે એ મારાં પહેલાં રિયલ લગ્ન હતાં. મારાં પહેલાં લગ્નમાં તો મને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. મારાં બીજાં લગ્ન તો એ માટે થયાં હતાં કે મને પણ લાગતું હતું કે મારે લગ્ન કરી લેવાં જોઈએ, કારણ કે મારા દરેક ફ્રેન્ડ્સનાં લગ્ન થઈ ગયાં હતાં. મને લાગે છે કે હવે હું ચોક્કસ સમય લઈશ અને હંમેશાં પાર્ટનરશિપ માટે તૈયાર રહીશ. મારે પણ લગ્ન કરવાં છે, પરંતુ હું એ માટે ચોક્કસ સમય લઈશ.’