Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > John Wick Chapter 4 trailer: થ્રિલર ફિલ્મ `જૉન વિક: 4`માં કીઆનુ રીવ્ઝનો દમદાર એક્શન અવતાર

John Wick Chapter 4 trailer: થ્રિલર ફિલ્મ `જૉન વિક: 4`માં કીઆનુ રીવ્ઝનો દમદાર એક્શન અવતાર

11 November, 2022 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ફિલ્મ આવતા વર્ષે 24 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

કીઆનુ રીવ્ઝ ઇન જૉન વિક- ચેપ્ટર 4 (તસવીર સૌજન્ય મિડ-ડે)

John Wick Chapter 4 trailer

કીઆનુ રીવ્ઝ ઇન જૉન વિક- ચેપ્ટર 4 (તસવીર સૌજન્ય મિડ-ડે)


વિશ્વભરમાં પોતાના એક્શન અને લૂકથી દર્શકોના દીલ જીતનારા કીઆનુ રીવ્ઝ(Keanu Reeves)ની આગામી ફિલ્મ `જૉન વિક: ચેપ્ટર ૪`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોતા હતાં તે `જૉન વિક` (John Wick)ફિલ્મનું આખરે ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 24 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોંધનીય છે કે કીઆનુ રીવ્સની ગત વર્ષે એટલે કે ડિસેમ્બર 2021માં આવેલી ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રિસરેકશન’ કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. ફિલ્મનો નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને બોક્સ ઓફિસ ઉપર પણ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ત્યારે હવે ફરી કીઆનું રીવ્ઝની ફિલ્મ આવી રહી છે અને તેને લઈ ફેન્સમાં ખુબ જ ઉત્સાહ છે.


ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો, શરૂઆતમાં જૉન વિક પોતાના Hitman ની લાઈફથી ખુદને મુકત કરાવવા high tablet સામે લડવાની તૈયારી કરતો જોવા મળે છે. `જૉન વિક` ફિલ્મના ભાગ 1, 2 અને 3 ના કેટલાક મહત્વના પાત્રો, જે જૉન વિકને મારવાની અને બચાવવાની કોશિશ કરતાં હતાં, તેને લઈ નવું શું જોવા મળશે એના માટે દર્શકો ઉત્સાહિત છે. આ ફિલ્મનું ટ્રેલર લિઓનગેટ્સ પ્લે ના YouTube channel ઉપર હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે.  જો કમે ફિલ્મના પહેલા ત્રણ ભાગ જોયેલા હશે તો `જૉન વિક 4` ની સ્ટોરી સરળતાથી સમજાય જશે, કે કેવી રીતે અને કોના વીધે જૉન વિક આ પરિસ્થતિમાં આવે છે.




જૉન વિક એક એવી ફિલ્મ ફ્રેન્ચાઇઝ છે જે તમને ક્યારેય એક્શન અને મનોરંજન બાબતે નિરાશ કરતી નથી.  ટ્રેલરમાં એક ખુબજ સરસ dialogue બોલવામાં આવ્યો છે " A man has to look his best when it`s time to get married or buried" આ dialouge ફિલ્મમાં જૉન વિકની મદદ કરનાર લોરેન્સ ફિશબર્ન aka Bowery king બોલે છે જેને કીઆનુ રીવ્ઝ સાથે ‘મેટ્રિક્સ 1’ માં કામ કર્યું છે. ફિલ્મના ટ્રેલરમાં જૉન વિકના ડોગને બતાવવામાં નથી આવ્યો. આ ફિલ્મમાં એક્શન દર્શાવવા માટે બંદૂક, માર્શલ આર્ટનું પરફેકટ મિશ્રણ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં 2013માં આવેલું the season of the sun “ધ સિઝન ઓફ ધ સન” ગીત ફિલ્મના ટ્રેલરમાં એક સ્પાઇસી ફીલ આપે છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મની થીમને લાલ રંગની રાખવામાં આવી છે. ફિલ્મના મુખ્ય પાત્ર તરીકે કીઆનુ રીવ્ઝ, ડૉની યેન, બીલ સ્કશર્ડ જોવા મળશે.


(વિરેન છાયા)

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2022 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK