આ ફિલ્મમાં તે કિંગ લુઇ પંદરમાની ભૂમિકા ભજવી રહ્યો છે

જૉની ડેપ
જૉની ડેપને તેની કમબૅક ફિલ્મ ‘જીન ડુ બૅરી’ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સાત મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશન મળતાં તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો. એક્સ-વાઇફ ઍમ્બર હર્ડ સાથેના કોર્ટકેસથી તે ફિલ્મોમાંથી ગાયબ હતો. તેની ઘણી ફિલ્મોને પડતી મૂકવામાં આવી હતી જેમાં ‘પાઇરેટ્સ ઑફ ધ કૅરિબિયન’ સિરીઝની આગામી ફિલ્મનો સમાવેશ થાય છે. આ કેસ બાદ તેની પહેલી ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે કિંગ લુઇ પંદરમાની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે બાલ્કનીમાંથી દર્શકોને સંબોધ્યા હતા અને તેને જે રિસ્પૉન્સ મળ્યો હતો એનાથી તે ઇમોશનલ થઈ ગયો હતો. તેની આંખમાં પણ પાણી આવી ગયાં હતાં. તે જ્યારે રેડ કાર્પેટ પર આવ્યો એ પહેલાં તેના ફૅન્સને પાંચ મિનિટ સુધી મળ્યો હતો. ઘણા લોકો સાથે તેણે હાથ પણ મિલાવ્યો હતો.