‘ધ લિટલ મર્મેડ’ ૨૬ મેએ રિલીઝ થઈ રહી છે

‘ધ લિટલ મર્મેડ’ થીમની પાર્ટી રાખવામાં આવી હતી એમાં જાહ્નવીએ હાજરી આપી હતી અને બાળકો સાથે કેક-કટિંગ પણ કર્યું હતું.
જાહ્નવી કપૂરનું કહેવું છે કે પ્રિન્સેસ ઍરિયલ તેની ફેવરિટ છે. ડિઝની પ્રિન્સેસ ઍરિયલ ‘ધ લિટલ મર્મેડ’માં જોવા મળી રહી છે. ‘ધ લિટલ મર્મેડ’ ૨૬ મેએ રિલીઝ થઈ રહી છે. આ માટે નાનાં બાળકો માટે ‘ધ લિટલ મર્મેડ’ થીમની પાર્ટી રાખવામાં આવી હતી. એમાં જાહ્નવીએ હાજરી આપી હતી અને બાળકો સાથે કેક-કટિંગ પણ કર્યું હતું. આ વિશે વાત કરતાં જાહ્નવીએ કહ્યું કે ‘મારા ફ્રેન્ડ્સ, ખુશી અને હું ડિઝનીની પ્રિન્સેસ વિશે વાંચીને મોટાં થયાં છીએ અને પ્રિન્સેસ ઍરિયલ મારી ફેવરિટ છે. તે ખૂબ જ કલરફુલ છે અને ફન સ્પિરિટ હોવાથી મને ખૂબ જ પસંદ છે. તે પોતાનાં સપનાં પૂરાં કરવા માગતી હોય છે. મારી ગર્લફ્રેન્ડ્સ સાથે આ ફિલ્મ જોઈને મારા બાળપણને ફરી તાજું કરવા માટે હું ખૂબ જ આતુર છું.’