વિલ સ્મિથે હૉલીવુડમાં ચાલી રહેલી સ્ટ્રાઇકને અગત્યની ક્ષણ જણાવી છે
હૉલીવુડની સ્ટ્રાઇક અમારા માટે અગત્યની ક્ષણ છે : વિલ સ્મિથ
વિલ સ્મિથે હૉલીવુડમાં ચાલી રહેલી સ્ટ્રાઇકને અગત્યની ક્ષણ જણાવી છે. સ્ક્રીન રાઇટર્સની હડતાળને ટેકો આપતા ધ સ્ક્રીન ઍક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સે પણ સ્ટ્રાઇક શરૂ કરી છે. તેમની આ હડતાળને અનેક હૉલીવુડની સેલિબ્રિટીએ સપોર્ટ કર્યો છે. પ્રિયંકા ચોપડા જોનસે પણ તેમને ટેકો આપ્યો છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે હૉલીવુડનાં બે યુનિયન એકસાથે સ્ટ્રાઇક પર ઊતર્યાં છે. હૉલીવુડ ઍક્ટર ડ્વેઇન જૉન્સને તો ભારે રકમ ડોનેટ કરી છે. એક ફોટો એક્સ (ટ્વિટર) પર શૅર કરીને વિલ સ્મિથે ટ્વીટ કર્યું કે ‘હું ઍક્ટિંગ વિશે તમારી સાથે એક સેકન્ડ માટે વાત કરવા માગુ છું. તમે લોકોએ ધ સ્ક્રીન ઍક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ અને રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાની હડતાળ વિશે તો સાંભળ્યું જ હશે. અમારા પ્રોફેશન માટે આ મહત્ત્વની ક્ષણ છે.’


