આલિયા અને ગલ ગડોટ હૉલીવુડની ‘હાર્ટ ઑફ સ્ટોન’માં સાથે દેખાવાની છે.
અલિયા ભટ્ટ અને ગલ ગડોટ
ગલ ગડોટે જણાવ્યું કે તે આલિયા ભટ્ટની પહેલેથી જ ફૅન છે. તેણે આલિયાની ‘RRR’ પણ જોઈ હતી. આલિયા અને ગલ ગડોટ હૉલીવુડની ‘હાર્ટ ઑફ સ્ટોન’માં સાથે દેખાવાની છે. આ ફિલ્મ દ્વારા આલિયા હૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. તાજેતરમાં આ બન્ને બ્રાઝિલના સાઓ પાઉલોમાં આયોજિત નેટફ્લિક્સની ઇવેન્ટમાં મળી હતી. આલિયાની પ્રશંસા કરતાં ગલ ગેડોટે કહ્યું કે ‘હું આલિયાની ઘણા સમયથી ફૅન છું. મેં તેની ‘RRR’ પણ જોઈ હતી. અમે એવો ચહેરો શોધી રહ્યા હતા જે ફ્રેશ હોય, તેનામાં આવું પાત્ર ભજવવાની ક્ષમતા છે. તે સુંદર પણ દેખાય છે.
એથી આલિયા અમારા માટે પર્ફેક્ટ ચૉઇસ હતી.’
બીજી તરફ આ ફિલ્મમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતાં આલિયાએ કહ્યું કે ‘પહેલી વાત તો એ કે આ ફિલ્મ મારા માટે સ્પેશ્યલ હતી. મને એવો એહસાસ થયો કે અન્ય ભાષામાં એટલે કે હૉલીવુડમાં કામ કરવાનો આ સારો સમય છે એથી મેં અતિશય એક્સાઇટિંગ સમય દરમ્યાન આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એ ફિલ્મમાં કામ કરતી વખતે ખૂબ મજા આવી અને મારી મુલાકાત અનેક ઇન્ટરેસ્ટિંગ લોકો સાથે થઈ હતી.’


