° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


‘બ્લૅક ઍડમ’ માટે ફાઇટ કરવી પડી હતી ડ્વેઇન જોન્સને

17 August, 2022 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંતે ડ્વેઇન જોન્સનની જીત થઈ હતી અને બન્ને ફિલ્મ અલગ-અલગ બનાવવામાં આવી હતી

ડ્વેઇન જોન્સન

ડ્વેઇન જોન્સન

હૉલીવુડના સ્ટાર ડ્વેઇન જોન્સને તેના પાત્ર બ્લૅક ઍડમની એકલાની ફિલ્મ બનાવવા માટે મેકર્સ સાથે ઘણી ફાઇટ કરવી પડી હતી. ડીસી કૉમિકના સુપરહીરો બ્લૅક ઍડમ તરીકે ડ્વેઇન જોવા મળી રહ્યો છે. તેનું બ્લૅક ઍડમનું પાત્ર અને શઝામ બન્ને સાથે જોવા મળવાનાં હતાં. જોકે આ સ્ટોરી જ્યારે ડ્વેઇન પાસે આવી ત્યારે તેણે અલગ જ મંતવ્ય આપ્યું હતું. મેકર્સ સાથે કરેલી વાતચીત વિશે ડ્વેઇને કહ્યું કે ‘અમારી પાસે જ્યારે ફિલ્મને પહેલો પાર્ટ આવ્યો ત્યારે બ્લૅક ઍડમ અને શઝામ બન્ને કેવી રીતે આવ્યા એની સ્ટોરી એક જ ફિલ્મમાં હતી. આ જ તેમનો ગોલ હતો એથી એમાં કોઈ સરપ્રાઇઝ નહોતી લાગી. જોકે મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મોને આ રીતે ન બનાવી શકાય. ‘બ્લૅક ઍડમ’ને આ રીતે દેખાડવો ખોટો છે. શઝામની બે સ્ટોરી એક જ ફિલ્મમાં લેવામાં આવે તો એ ચાલી શકે એમ હતું, પરંતુ બ્લૅક ઍડમ સાથે એ યોગ્ય નહોતું. મેં મેકર્સ પાસે જઈને કહ્યું કે આ વિશે મારે મારા વિચાર રજૂ કરવા છે. હું જે કહેવાનો હતો એ લોકોને સારું નહોતું લાગવાનું, કારણ કે દરેક એમ કહી રહ્યા હતા કે આ સ્ક્રિપ્ટ ખૂબ જ સારી છે, ચાલો, એના પર ફિલ્મ બનાવીએ. મેં તેમને કહ્યું કે તેઓ શઝામ જે રીતે બનાવવા માગે છે એ જ રીતે બનાવે, પરંતુ તેમણે આ ફિલ્મ અલગથી બનાવવી જોઈએ.’

અંતે ડ્વેઇન જોન્સનની જીત થઈ હતી અને બન્ને ફિલ્મ અલગ-અલગ બનાવવામાં આવી હતી.

17 August, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

સ્કિનકૅર લાઇન કૉસ્ટને લઈને બ્રૅડ પિટ થયો ક્રિટીસાઇઝ

બ્રૅડ પિટની સ્કિનકૅર લાઇન લા ડોમેઇન ખૂબ એક્સપેન્સિવ હોવાથી તેને ક્રિટીસાઇઝ કરવામાં આવી રહ્યો છે

25 September, 2022 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

લિયોનાર્ડોને ડેટ કરી રહી હોવાની ચર્ચા વચ્ચે જીજીને અનફૉલો કરી ઝાયન મલિકે

લિયોનાર્ડો ડિકૅપ્રિયો સુપરમૉડલ જીજી હદીદને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તેના એક્સ-બૉયફ્રેન્ડે તેને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધી છે

25 September, 2022 01:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવૂડ સમાચાર

આલિયાએ ‘હાર્ટ ઑફ સ્ટોન’ના કો-સ્ટાર સાથે મળીને TUDUM ફૅનફેસ્ટની જાહેરાત કરી

૪ સપ્ટેમ્બરે ​આયોજિત થનાર આ ઇવેન્ટમાં વિશ્વભરના ફૅન્સ સામેલ થઈ શકશે

16 September, 2022 04:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK