Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Angelina Jolieએ બ્રેડ પિટ પર મૂક્યો ગંભીર આરોપ, જાણો વિગતે

Angelina Jolieએ બ્રેડ પિટ પર મૂક્યો ગંભીર આરોપ, જાણો વિગતે

06 October, 2022 08:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક્ટ્રેસે પૂર્વ પતિ પર લગભગ 250 મિલિયન ડૉલરનો કેસ દાખલ કર્યો છે. આ દરમિયાન તેણે પતિ પર અનેક સનસનીખેઝ આરોપ પણ મૂક્યા છે. એક્ટ્રેસનું કહેવું છે કે પૂર્વ પતિએ તેની સાથે ઘરેલૂ હિંસા કરી છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


હૉલિવૂડ સુપરસ્ટાર બ્રેડ પિટ (Hollywood Superstar Brad Pitt) અને એક્ટ્રેસ એંજેલિના જોલી (Actress Angelina Jolie) હાલ સતત ચર્ચામાં છવાયેલા છે. હકિકતે, એક્ટ્રેસે પૂર્વ પતિ પર લગભગ 250 મિલિયન ડૉલરનો કેસ દાખલ કર્યો છે. આ દરમિયાન તેણે પતિ પર અનેક સનસનીખેઝ આરોપ પણ મૂક્યા છે. એક્ટ્રેસનું કહેવું છે કે પૂર્વ પતિએ તેની સાથે ઘરેલૂ હિંસા કરી છે.

હકિકતે, એંજેલિનાએ બ્રેડ પિટ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે તેણે અયોગ્ય વ્યવહાર કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે વર્ષ 22016માં બ્રેડ તેના પર આક્રમક થયો હતો. એક્ટ્રેસે એ પણ કહ્યું કે જ્યારે તેમના બાળકોએ વચ્ચે આવીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો બ્રેડે તેમાંથી એકનું ગળું પણ દાબી દીધું હતું. એક્ટ્રેસના દાવા પ્રમાણે બ્રેડે તેની સાથે પણ મારપીટ કરી.



મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે કૉર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં એક્ટ્રેસે દાવો કર્યો છે કે આ ઘટનાના દિવસે ઍરપૉર્ટ પર પહોંચતા પહેલા બ્રેડનો એક બાળક સાથે વિવાદ થયો હતો. તે સમયે બધા બાળકોની ઉંમર આઠથી પંદર વર્ષ વચ્ચેની હતી. દસ્તાવેજ પ્રમાણે જ્યારે તે ફ્લાઈટમાં પહોંચ્યો તો એક્ટ્રેસે તેને પૂછ્યું કે શું થયું? આ અંગે તેણે કહ્યું કે, "તું બાળકોની ખૂબ જ તરફેણ કરે છે."


ત્યાર બાદ તેણે ટૉયલેટ નજીક તેને લઈ જઈને મારપીટ શરૂ કરી. આ બધું જોઈ બાળકો એક્ટ્રેસને બચાવવા માટે દોડ્યા. જેથી બ્રેડનો ગુસ્સો વધ્યો અને તેણે એક બાળકનું ગળું પકડી લીધું. એંજેલિનાએ દાવો કર્યો કે આ દરમિયાન તેણે એક બાળક પર હાથ પણ ઉગામ્યો. તો આ વિશે બ્રેડ પિટનું રિએક્શન પણ સામે આવ્યું છે. તેણે આ બધા આરોપોને ફગાવતા નિરાધાર જણાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK