ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કીર્તિદાન ગઢવીની સાઇબો રે ગોવાડિયોની ધૂન પર ગરમે ઘુમ્યા ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા

કીર્તિદાન ગઢવીની સાઇબો રે ગોવાડિયોની ધૂન પર ગરમે ઘુમ્યા ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા

24 April, 2022 06:50 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

અમદાવાદમાં ગૌરવવંતા ગુજરાતીનો ચોથો એવોર્ડ સમારંભ યોજાયો હતો

ટાઇગર શ્રોફ, કીર્તિદાન ગઢવી. ફાઇલ તસવીર

ટાઇગર શ્રોફ, કીર્તિદાન ગઢવી. ફાઇલ તસવીર

અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક હોલમાં ગૌરવવંતા ગુજરાતીનો ચોથો એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલાકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો એક વીડિયો કીર્તિદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા કીર્તિદાન ગઢવીના અવાજમાં લોકપ્રિય ગીત સાઈબો રે ગોવાડિયોની ધૂને દાંડિયા રમતા દેખાઈ રહ્યા છે. ટાઇગર શ્રોફને દાંડિયા રમતા જોઈ તેમના ફેન્સ પણ ખૂબ જ રોમાંચિત થયા હતા. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે કોમેન્ટ બોક્સમાં ટાઈગર અને કીર્તિદાન ગઢવીના ખૂબ વખાણ કર્યા હતા. એક ફેને લખ્યું “આને કહેવાય ગુજરાતી.” તો અન્ય ઘણા લોકોએ “ભાઈ ભાઈ” અને “હા મોજ હા” જેવી કોમેન્ટ કરી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial)


ઉલ્લેખનીય છે કે આ સમારંભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયા, બોલીવૂડ કલાકાર વત્સલ શેઠ, મનોજ જોષી, ઇસ્માઇલ દરબાર, પૂજા ગૌર, કલ્પના વાઘેલા અને શહેરના મેયર અસિત વોરા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


24 April, 2022 06:50 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK