સચિન-જિગરે રિક્રીએટ કર્યું 'જેસલ-તોરલ'નું ગીત 'ધુણી રે ધખાવી'
જીગર સરૈયા અને સચિન સંઘવી
બોલીવુડના જાણીતા સચિન-જિગરનું નવું સોંગ 'ધુણી રે ધખાવી' રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ગીતને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધૂણી રે ધખાવી ગીત સચિન-જિગરમાંના સચિન સંઘવીએ ગાયું છે. સાથે જ સચિન સંઘવીએ ગીતમાં એક્ટિંગ પણ કરી છે. તો ગીતમાં સચિન-જીગરે મળીને મ્યુઝિક આપ્યું છે. ધુણી રે ધખાવી ગીતનું શૂટિંગ ગુજરાતમાં થયું છે.
આ ઓરિજિનલ સોંગ ગુજરાતી ફિલ્મ 1971માં રિલીઝ થયેલી ફિલ્મ 'જેસલ તોરલ'નું છે. જેને મહેન્દ્ર કપૂરે ગાયું હતું અને અવિનાશ વ્યાસે તેને કમ્પોઝ કર્યું હતું. સચિન-જિગરે આ ગીતને રિક્રિએટ કર્યું છે. ગીતને યુટ્યુબ પર 50 હજાર કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
ADVERTISEMENT
આ પહેલા સચિન જિગરનું છેલ્લુ ગુજરાતી ગીત 'રાધાને શ્યામ મળી જાશે' હતું. જે 5 મહિના પહેલા રિલીઝ થયું હતું. નવરાત્રિ પર બેઝ્ડ આ ગુજરાતી ગીતને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ ગીતને 5 મહિનામં 9.8 મિલિયન્સ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત બાદ 5 મહિનાના ઈંતેજાર પછી સચિન-જિગરની બેલડી નવું ગુજરાતી ગીત લઈને આવી છે.