આ ફિલ્મને શશાંક ખૈતાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, જેમાં રશ્મિકા જોવા મળશે.
ટાઇગર શ્રોફ અને રશ્મિકા મંદાના
ટાઇગર શ્રોફ અને રશ્મિકા મંદાનાની ફિલ્મનું નામ ‘સ્ક્રૂ ઢીલા’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ બાદ ટાઇગર અને કરણ જોહર ફરી સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને શશાંક ખૈતાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, જેમાં રશ્મિકા જોવા મળશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ ફિલ્મનું નામ ટાઇગરના પાત્ર પરથી ‘સ્ક્રૂ ઢીલા’ રાખવામાં આવ્યું છે. સલમાન ખાનની ‘ટ્યુબલાઇટ’નું નામ જે રીતે રાખવામાં આવ્યું હતું એ જ રીતે આ ફિલ્મનું નામ પણ રાખવામાં આવ્યું છે. ટાઇગર ફિલ્મમાં થોડો સનકી ટાઇપનો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં અને વિદેશમાં કરવામાં થશે. પહેલું શેડ્યુલ યુરોપમાં કરવામાં આવે એવી ચર્ચા છે. આ એક એવી ફિલ્મ છે જેમાં ટાઇગરે અત્યાર સુધી ક્યારેય કામ નથી કર્યું.

