ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યશ સોની અને જાનકી બોડીવાલાએ શૅર કરેલી તસવીરો છે આગામી ફિલ્મ નાડીદોષની

યશ સોની અને જાનકી બોડીવાલાએ શૅર કરેલી તસવીરો છે આગામી ફિલ્મ નાડીદોષની

04 May, 2022 05:16 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

"મુશ્કેલીઓ હોવા છતાં, આપણે બન્ને એકબીજા સાથે ખુશ છીએ અને આની જાહેરાત કરતાં આનંદ થયો. અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર"

તસવીર સૌજન્ય યશ સોની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય યશ સોની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તાજેતરમાં છેલ્લો દિવસ ફેમ અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી  લખ્યું હતું કે "મુશ્કેલીઓ હોવા છતાં, આપણે બન્ને એકબીજા સાથે ખુશ છીએ અને આની જાહેરાત કરતાં આનંદ થયો. અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર"

આવી કૅપ્શન સાથે એકબીજાને ભેટતા હોય તેવી તસવીર શૅર કરીને ચાહકોને પોતાના લગ્ન વિશે માહિતી આપવાનો સેલેબ્સનો જાણે હવે ટ્રેન્ડ જ બની ગયો છે. ત્યારે યશ અને જાનકી એકબીજા સાથે લગ્ન બંધનમાં બંધાયા તેવી ચર્ચા દરેક મીડિયા રિપૉર્ટ્સમાં થઈ. આ ચર્ચાઓ બાદ હવે યશ સોની અને જાનકી બોડીવાલા બન્નેએ પોતાની આગામી ફિલ્મ નાડી દોષની જાહેરાત કરી છે.

આ ફિલ્મ 17 જૂન 2022ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે અને આનું પોસ્ટર પણ બન્નેએ સાથે જ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. આ પોસ્ટર પરથી ખ્યાલ આવે છે જાનકી બોડીવાલા અને યશ સોનીએ આ પહેલા શૅર કરેલી તસવીર અને પોસ્ટર બન્ને તેમની આગામી ફિલ્મ નાડીદોષનું પ્રમોશન કરવા માટેની હતી. ચાહકો જ નહીં જાનકી અને યશના મિત્રો પણ બન્નેનાં લગ્ન થયાં હોવાની આશાએ ખુશ હતા. પણ હવે પોતાનો મિત્રપ્રેમ વ્યક્ત કરતા મિત્ર ગઢવીએ અભિનેતા યશ સોનીના આ પોસ્ટર રિલીઝની પોસ્ટ પર કોમેન્ટ કરતા તેની સાથે મિત્રતા તોડી દેવાની કોમેન્ટ કરી છે. 


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)


મિત્ર ગઢવીએ પોતાની કોમેન્ટમાં લખ્યું છે કે બહું કડક પણ દોસ્તી ખતમ!!! આની સાથે જ તેણે ખડખડાટ હસતી ઇમોજી શૅર કરી છે જેનો અર્થ થાય છે કે મિત્ર તેની સાથે મજાક કરી રહ્યો છે. જેના જવાબમાં યશે લખ્યું છે આપણે સાથે નાચવાનું છે.. એટલે હવે જો યશ લગ્ન કરે તો મિત્ર ગઢવી પણ હાજરી આપશે. 

યશ સોનીની આ પ્રમોશનલ પોસ્ટ બાદ મિત્ર ગઢવીએ તેની આ મશ્કરીને સ્કેમ 2022 એવું નામ આપ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)

જણાવવાનું કે યશ સોની અને જાનકી બોડીવાલા છેલ્લો દિવસમાં સાથે જોવા મળ્યા હતા. દર્શકોને જાનકી અને યશની રીલ લાઈફ જોડી ખૂબ જ પસંદ આવી હતી હવે જોવાનું એ છે કે નાડી દોષમાં તેમની જોડી જોઈને દર્શકો શું પ્રતિભાવ આપે છે.

04 May, 2022 05:16 PM IST | Mumbai | Shilpa Bhanushali

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK