હિન્દી મિડ-ડે વેબસાઈટ 8મી નવેમ્બરે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ લોન્ચ કરી હતી. હિન્દી મિડ-ડે વેબસાઈટના લોન્ચિંગ પછી એક વિશિષ્ટ વાતચીતમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાષાઓ અને અભિનય વિશેના કેટલાક રસપ્રદ અવલોકનો શૅર કર્યા હતા. અભિનેતા ગૌરવપૂર્ણ હિન્દી ભાષી છે. નવાઝુદ્દીને એમ પણ કહ્યું કે તે હંમેશા વિચારે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કેમ દરેક વ્યક્તિ હિન્દી ફિલ્મના સેટ પર અંગ્રેજીમાં બોલે છે?