એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ તેની ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ`ની સફળતા માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, `મારો અનુભવ સારો હતો. આ ફિલ્મ દ્વારા મને જે કંઈ પણ સમર્થન મળી રહ્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. હું મારા કામને કારણે જીવિત છું, મારા મગજમાં માત્ર કામ જ ફરે છે. હું આ સ્થાન મેળવીને ભાગ્યશાળી માનું છું.`
તે સિવાય તેણે અપકમિંગ પ્રોજેક્ટ્સની પણ વાત કરી હતી. અભિનેત્રીએ તેના મનપસંદ ફૂડ અને ફિફાની ક્લોસિંગ સેરેમનીમાં પર્ફોમ કરવાના તેના અનુભવ વિશે પણ વાત કરી હતી.