મિડ-ડેની સિટ વિથ હિટલિસ્ટ સિરીઝમાં, ઇમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘લવ આજ કલ’ ના ડાઉનફોલ અંગે વાત કરી છે. ઇમ્તિયાઝ અલીએ સિટ વિથ હિટલિસ્ટના અગાઉના એપિસોડમાં સારાની ટિપ્પણીનો જવાબ આપ્યો, જેમાં સારાએ ફિલ્મમાં પોતા તરફની નફરત હોવાનું સ્વીકાર્યું હતું આ અંગે અલીએ સમજાવ્યું હતું કે તે સારાને આ માટે દોષ આપતો નથી. ઇમ્તિયાઝે એમ પણ જણાવ્યું કે શા માટે આ ફિલ્મ પ્રેક્ષકો સાથે કનેક્ટ ન કરી શકી અને પરિણામે આ ફિલ્મ તેની પહેલાની ફિલ્મ જેવી નથી જેમાં સારાના પિતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. વધુ માટે વીડિયો જુઓ.